• Home
  • News
  • જળસંગ્રહ:નર્મદા ડેમની સપાટી વધારવા માટે આજથી મંજૂરી, સપ્ટેમ્બરમાં પૂર્ણકક્ષાએ 138 મીટર સુધી ભરી દેવાશે
post

ડેમમાં 1.25 લાખ ક્યુસેકનો સંગ્રહ શરૂ કરાતાં સપાટીમાં દર કલાકે 5 સે.મી.નો વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 09:33:36

ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પુષ્કળ જથ્થામાં પાણી આવી રહ્યું છે સાથે ડેમનું લેવલ 132 મીટરનું જાળવી રાખવાની મર્યાદા સોમવારે રાત્રે પૂર્ણ થતાં મંગળવારથી ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી છે. જેને કારણે સપ્ટેમ્બરમાં ડેમ પૂર્ણ કક્ષા એટલે કે 138 મીટર સુધી ભરાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ નર્મદા ડેમમાં 31 ઓગષ્ટ સુધી 132 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે. નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 132.88 મીટર નોંધાઇ છે. ડેમમાં 1.25 લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતા સપાટીમાં દર કલાકે 5 સે.મી. જેટલો વધારો થઇ રહ્યો છે.

રૂ.3.36 કરોડની વીજળીનું ઉત્પાદન
રિવરબેડ પાવર હાઉસના 6 યુનિટ દ્વારા 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ રહી છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના ચાર યુનિટ દ્વારા 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે. બંને પાવર હાઉસ મારફતે કુલ 3.36 કરોડ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.

ચોમાસું અંતિમ તબક્કામાં, છૂટોછવાયો વરસાદ જ પડશે
વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર ચાર દિવસ પહેલા જે રીતે આગાહી કરી હતી તે મુજબ જ 29મીએ સિસ્ટમ સૌરાષ્ટ્ર પહોંચી અને દરિયાકાંઠે ભારે વરસાદ થયો, 30મીએ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધી એન 31મીએ વિદાય લીધી છે. હવે કોઇ સિસ્ટમ બને તેવી કોઇ શક્યતા નથી. ચોમાસાના આ છેલ્લા દિવસો છે અને તેમાં છૂટા છવાયા ઝાપટાં પડી શકે છે. સવારે તડકો રહે અને તેને કારણે ભેજ વધતા બપોર પછી વરસાદ પડે છે. આગામી દિવસોમાં રાજસ્થાન તેમજ તેની ઉપરના વિસ્તારોમાં એન્ટિ સાઇક્લોન બનવાના શરૂ થશે ત્યારે વિધિવત ચોમાસાની વિદાય થશે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 10.23 લાખ ક્યુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી રાત્રે 8 વાગે 33.39 ફૂટે પહોંચી હતી. ગાંડીતૂર બનેલી નદીના પાણી કિનારા છોડી જતાં આવેલા પૂરના પગલે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના 30 ગામના 4977 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post