• Home
  • News
  • ભારતમાં કોરોનાના દર્દીઓને રેમડેસિવિર દવા આપવા મંજૂરી
post

એચસીક્યુ અને એજિથ્રોમાઇસિનના કોમ્બિનેશનની પણ સમીક્ષા કરાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 08:57:38

નવી દિલ્હી: અમેરિકી કંપની ગિલિયાડની દવા રેમડેસિવિરનો ભારતમાં કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા મંજૂરી અપાઇ છે. કંપની હવે ભારતમાં આ દવા બનાવીને વેચી શકે છે. અગાઉ આ દવાને સ્થાનિક સ્તરે ક્લિનિકલ ટ્રાયલથી પણ છૂટ અપાઇ હતી. બીજી તરફ કોરોનાના દર્દીઓને હાલ અપાતા એચસીક્યુ અને એજિથ્રોમાઇસિનના કોમ્બિનેશનની પણ સમીક્ષા કરાઇ રહી છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને ભારતમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post