• Home
  • News
  • રૂપાણીએ રાજકોટમાં પાંચ ફ્લાયઓવર બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી
post

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 મહાપાલિકા અને 7 નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ. 1888 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-03 14:40:41

ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 મહાપાલિકા અને 7 નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં રૂ. 1888 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર રાજકોટ મહાનગરમાં પાંચ ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે રૂ. 230 કરોડના કામો મંજૂર કર્યા છેરાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી ઓવરબ્રીજ, 150 ફૂટ રિંગ રોડ નાના મવા ચોકડી ઓવરબ્રીજ અને કાલાવાડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાય ઓવર તેમજ ગ્રીન લેન્ડ ચોકડી ઓવરબ્રીજ અને 150 ફૂટ રીંગ રોડ ઉમિયા ચોક પાસે ફલાય ઓવર બ્રીજનું નિર્માણ થશે.

રાજકોટ માં આ ફ્લાય ઓવર બ્રીજ ને પરિણામે સ્માર્ટ સિટી રાજકોટ માં માર્ગો પરનું ટ્રાફિક ભારણ હળવું થશે અને નાગરિકો ને સમય તથા ઇંધણ ની પણ બચત થશે. મુખ્યમંત્રીએ ડીસા નગરમાં 1 ફલાય ઓવર માટે રૂ. 50 કરોડ તથા પાલનપૂરમાં પણ 1 ફલાય ઓવર માટે રૂ. 28 કરોડના કામોની મંજૂરી આપી છે સરકારે જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે રૂ. 599 કરોડ, સુરતમાં રૂ. 479 કરોડ તેમજ વડોદરામાં રૂ. 179 કરોડ અને રાજકોટમાં રૂ. 144 કરોડ તથા જામનગર મહાપાલિકાને રૂ. 65.50 કરોડનો સમાવેશ થાય છે.

આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન, એમ.આર.આઇ મશીન વગેરેની ખરીદી, અર્બન હેલ્થ સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કીંગ, શાક માર્કેટ અને સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરમાં આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. 25 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે ડાકોર નગરપાલિકાને આગવી ઓળખના કામો અંતર્ગત ટાઉન હોલ માટે રૂ. 3 કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવર બ્લોક, સી.સી.રોડ માટે સિધ્ધપૂર નગરપાલિકાને રૂ. 75 લાખ, કડી નગરપાલિકાને રૂ. 21 લાખ અને ગોધરા નગરપાલિકાને રૂ. 48 લાખ મળી કુલ રૂ. 1.44 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

હવે રાજકોટ મહાનગરમાં પાંચ નવા ફલાય ઓવરબ્રીજ અને ડીસા તથા પાલનપૂર એક-એક ફલાય ઓવરબ્રીજ બનાવવાની આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે આ ત્રણેય નગરોમાં ટ્રાફીક સમસ્યા મહદઅંશે નિવારી શકાશે.

adv

Related News

post
post
post
post
post
post
post