• Home
  • News
  • હવાલા કૌભાંડમાં અરડોર ગ્રૂપની 204 કરોડની સંપત્તિ જપ્ત, ચેરમેન ભરત શાહ, ડિરેક્ટર ફેનિલ શાહ, ગીતા શાહની ધરપકડ
post

સેટેલાઇટ, નવરંગપુરામાં આવેલી બે ઓફિસ, બોપલ, આંબલી, શીલજમાં આવેલા 17 પ્લોટ અને દુકાનો EDએ ટાંચમાં લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-14 12:04:49

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદ અને સુરતની અરડોર ગ્રૂપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે બેંકો પાસેથી કરોડોની લોન લઈને હવાલા કૌભાંડ આચરતા હતા. બેંકની કરોડની લોન રિપેમેન્ટ નહોતી કરી તેની સામે ઇડીએ કંપનીના ચેરમેન ભરત શાહ, ડિરેકટર ફેનિલ શાહ અને ગીતા શાહની ધરપકડ કરી છે. 

અરડોર ગ્રૂપના ચેરમેન અને ડિરેક્ટરોએ બેન્કો પાસેથી બોગસ દસ્તાવેજોના આધારે કરોડની લોન મેળવી તેનું રિપેમેન્ટ નહીં કરવાના કેસમાં સીબીઆઈ બાદ અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

આ અંગે સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ તપાસ EDને સોંપતા ઇડીએ અમદાવાદના સેટેલાઇટ, નવરંગપુરામાં આવેલી અરડોર ગ્રૂપની બે ઓફિસોને ટાંચમાં લીધી છે. ઉપરાંત આંબલી, બોપલ, સાઉથ બોપલ અને શીલજ વિસ્તારમાં 17 પ્લોટને પણ ટાંચમાં લીધા હતા. આ સાથે EDએ અમદાવાદના સાયન્સ સિટી અને એસજી હાઈવે પર આવેલા દુકાન અને રેસિડેન્સિયલ પ્લોટને ટાંચમાં લીધા છે. ઉપરાંત સુરતમાં ગ્રૂપની બે ઓફિસો, 6 રેસિડેન્સિયલ પ્લોટ અને નોન એગ્રીકલ્ચરલ જમીન જપ્ત કરી છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે, સુરતમાં રહેતા તેમના સંબંધીઓના નામે પણ અનેક સંપત્તિઓ છે. આ ઉપરાંત મુંબઇ અને દિલ્હીની તેમની ઓફિસો પણ જપ્ત કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post