• Home
  • News
  • મમતાના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ:શિક્ષક ભરતી કૌભાંડમાં 24 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી; અર્પિતાની પણ અટકાયત કરવામાં આવી
post

આ અગાઉ શુક્રવારે EDની ટીમે પાર્થ ચેટર્જી, શિક્ષણ રાજ્યમંત્રી પરેશ સી. અધિકારી, MLA માણિક ભટ્ટાચાર્યના રહેઠાણ સહિત 13 સ્થળ પર દરોડા પાડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-23 17:30:01

મમતા બેનર્જીના કેબિનેટમાં મોટા કદના નેતા પાર્થ ચેટર્જીની ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ધરપકડ કરી છે. લગભગ 24 કલાકની પૂછપરછ બાદ ચેટર્જીને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમની પર શિક્ષક ભરતીકૌભાંડનો આરોપ છે. તેમના નજીકનાં સંબંધી અર્પિતાની પણ અટકાયત કરવામાં આવી છે.પાર્થના નિવાસ સ્થાનની બહાર CRPFને ગોઠવવામાં આવી છે. ED ચેટર્જીને કોલકાતા ઓફિસ લઈ ગઈ છે.

આ અગાઉ શુક્રવારે EDની ટીમે પાર્થ ચેટર્જી, શિક્ષણ રાજ્યમંત્રી પરેશ સી. અધિકારી, MLA માણિક ભટ્ટાચાર્યના રહેઠાણ સહિત 13 સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા પડવામાં આવતાં ચેટર્જીના નજીકનાં સંબંધીના ઘરેથી રૂપિયા 20 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. EDના અધિકારીઓને રૂપિયા 500 અને રૂપિયા 2000ની નોટો ગણવા માટે કાઉન્ટિંગ મશીનની મદદ લેવી પડી હતી.

13 જગ્યાએ કરવામાં કાર્યવાહી આવી હતી

EDની ટીમે પાર્થ ચેટર્જી, શિક્ષણ રાજ્યમંત્રી પરેશ સી. અધિકારી, MLA માણિક ભટ્ટાચાર્યના ઘર સહિત 13 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જોકે તેમને ત્યાંથી કોઈ રોકડ રકમ મળી ન હતી. ED હાલ પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ભરતીકૌભાંડની તપાસ કરી રહી હતી.

EDના અધિકારી SSC ભરતીકૌભાંડ અંતર્ગત શુક્રવાર સવારે લગભગ 8 વાગ્યે જ પાર્થ ચેટર્જીની પૂછપરછ કરી રહી હતી. મળતી માહિતી મુજબ, SSCના માધ્યમથી શિક્ષકોની નિમણૂક માટે કરોડો રૂપિયાની લેવડદેવડ કરાઈ છે. જ્યારે આ કૌભાંડ થયું ત્યારે પાર્થ ચેટર્જી શિક્ષણમંત્રી હતા.

પાર્થ ચેટર્જી પર ગેરકાયદે રીતે નોકરીઓ આપવાનો આરોપ
પાર્થ ચેટર્જી સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં તેના નજીકના 10 લોકોને ગેરકાયદે રીતે નોકરી આપવાનો આરોપ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો ચેટર્જીના સિક્યોરિટી ગાર્ડના સંબંધી છે. કોર્ટ આગામી સપ્તાહે સુનાવણી કરી શકે છે.

અર્પિતાના ઘરમાંથી 20 મોબાઈલ ફોન પણ મળ્યા
ચેટર્જીના નજીકના ગણાતાં અર્પિતાના ઘરમાંથી 20થી વધુ મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અર્પિતા આટલા ફોનનો ઉપયોગ શા માટે કરતી હતી. ED અધિકારીઓએ 500 અને 2000ની નોટને ગણવા માટે કાઉન્ટિંગ મશીનની મદદ લીધી.

 

adv

Related News

post
post
post
post
post
post
post