• Home
  • News
  • Free Hand મળતા જ ભારતીય સેનાએ કરી આ કાર્યવાહી, બાજી પલટી અને ચીનના હોશ ઠેકાણે આવ્યા
post

સરકારે ભારતીય સેનાને ફ્રી હેન્ડ આપતા જ LAC પર બાજી પલટાઈ. સેનાએ 29-30 ઓગસ્ટે એવી કાર્યવાહી કરી કે ચીન ઢીલું ઢફ થયું. ભારતનો દબદબો વધ્યો અને ચીન પીછેહટ માટે મજબૂર થયું.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 11:16:28

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ચાલી રહેલો તણાવ ખતમ થતો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતિ હેઠળ ચીની સેના પાછળ હટવા લાગી છે. લગભગ 9 મહિના સુધી ભારત અને ચીન (China) ની સેનાઓ આમને સામને રહી અને આ દરમિયાન અનેક વખત સ્થિતિ બગડતી જોવા મળી. પરંતુ મોદી સરકાર દ્વારા ભારતીય સેનાને અપાયેલા ફ્રી હેન્ડે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બાજી પલટી નાખી. 

મળ્યા હતા ખાસ ઓર્ડર
સેનાના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાઈકે જોશી (Lt Gen YK Joshi) એ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આખરે કેવી રીતે ચીન (China) ના તેવર ઢીલા પડ્યા અને તે પીછેહટ કરવા મજબૂર થયું. તેમણે કહ્યું કે વાતચીતથી જ્યારે જોઈતી સફળતા મળતી ન જોવા મળી તો સેનાને ઉપરથી ખાસ નિર્દેશ મળ્યા. આ નિર્દેશોમાં કઈ એવું કરવાનું કહેવાયું હતું જેનાથી ચીન પર દબાણ બને. ત્યારબાદ 29-30 ઓગસ્ટ દરમિયાન રાતે પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે રેજાંગ લા અને રેચિન લા પર ભારતીય સૈનિકો (Indian Army) એ કબ્જો જમાવી લીધો અને અમે ફરીથી દબદબાની સ્થિતિમાં આવી ગયા. 

ભારતનું પલડું થયું  ભારે
જોશીએ કહ્યું કે અમારી 29-30 ઓગસ્ટની કાર્યવાહી બાદ ચીને નમવા માટે મજબૂર થવું પડ્યું. ત્યારબાદ જ્યારે આગામી રાઉન્ડની વાતચીત થઈ તો ભારતનું પલડું ભારે રહ્યું. સીએનએન ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં લેફ્ટેનન્ટ જનરલ વાઈકે જોશીએ જણાવ્યું કે 30 ઓગસ્ટના રોજ જ્યારે ભારતીય સૈનિકોએ રેજાંગ લા અને રેચિન લા પર કબ્જો જમાવ્યો તો ચીની સેના કૈલાશ રેન્જમાં આમને સામને આવવા માંગતી હતી. અમે એકદમ યુદ્ધની કગારે હતા અને તે સમય અમારા માટે ખુબ પડકારભર્યો હતો. 

આટલી જલદી પાછળ હટશે તે આશા નહતી
જોશીએ કહ્યું કે ચીનની પીછેહટ પર થોડો અચંબો તો થાય છે કારણ કે આટલી જલદી તેની આશા નહતી. તેમણે કહ્યું કે ચીન આટલા જલદી ડગ પાછા ખેંચશે તેની આશા નહતી. પરંતુ ભારતીય સેનાએ 29-30 ઓગસ્ટની રાતે LAC પર જે કર્યું તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જોશીએ જણાવ્યું કે 10 ફેબ્રુઆરીથી પેન્ગોંગ ત્સોમાં ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જે બંને સેનાઓ ચાર સ્ટેપમાં પૂરી કરશે. અત્યાર સુધી બંને પક્ષ બખ્તર બંધ ગાડીઓ, ટેન્ક ડિસએન્ગેજ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ત્રીજા અને ચોથા તબક્કામાં કૈલાશ રેન્જ રેજાંગમાં પગપાળા સેનાના જવાનો હટશે. જોશીએ વધુમાં કહ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારીઓ એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. 

ભારતે કોઈ જમીન જતી કરી નથી
શું ભારતે નોર્થ બેન્કમાં જમીન જતી કરી? આ સવાલના જવાબમાં લેફ્ટેનન્ટ જનરલ જોશીએ કહ્યું કે તેમાં કોઈ સચ્ચાઈ નથી. બંને દેશ એક સમજૂતિ પર સહમત થયા છે. ચીન સમજૂતિ હેઠળ પાછું  હટી રહ્યું છે. સમજૂતિ હેઠળ ચીન ફિંગર8 અને ફિંગર 4થી પાછળ જશે. તેમણે કહ્યું કે ફિંગર 8 આપણી ક્લેમ લાઈન છે અને ચીની સેના પાછળ જઈ રહી છે. ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેની સ્થિતિ એપ્રિલ 2020 પહેલાની થઈ જશે. એટલું જ નહીં ચીન આપણી ક્લેમ લાઈન પાસે કોઈ એક્ટિવિટી પણ નહીં કરે જે આપણા માટે મોટી સફળતા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post