• Home
  • News
  • દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત:વર્ષ 2013માં સુરતમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામ ગુનેગાર જાહેર, આવતીકાલે સજા સંભળાવવામાં આવશે
post

આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 18:26:01

ગાંધીનગર: આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવતીકાલે કોર્ટ આ મામલે સજાનું એલાન કરશે. જ્યારે આ કેસના અન્ય છ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

કઈ કલમો હેઠળ દોષિત ઠેરવાયા?
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકર અને સરકારી વકીલ સુનિલ પંડ્યાએ કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.

'જીતના જલ્દી સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી'
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા આવતી હોય આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યારબાદ આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમના અન્ય વ્યકિત તેને આસારામના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યાં આસારામે હાથ પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતી સમયે આસારામે અડપલા શરૂ કરતા ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા આસારામે 'જીતના જલ્દી સમર્પણ કરગો ઉતનાહી આગે બઢોગી' કહી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને ત્યારબાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી.

આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

ઓગસ્ટ મહિનામાં આરોપીઓનાં નિવેદન લેવાયાં હતાં
આસારામ વિરુદ્ધ દુષ્કર્મના કેસ મામલે ગાંધીનગર કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં આસારામ સહિતના આરોપીઓનું ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જેમાં જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેસન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે કોર્ટ કમિશન દ્વારા જોધપુર કોર્ટમાં જઈને આસારામની સહીઓ પણ લેવાઈ હતી.

કોની કોની સામે નોંધાયો હતો ગુનો?

1.    આશુમલ ઉર્ફે આસારામ

2.    ભારતી (આસારામની પુત્રી)

3.    લક્ષ્મીબેન (આસારામનાં પત્ની)

4.    નિર્મલાબેન લાલવાણી ઉર્ફે ઢેલ

5.    મીરાબેન કાલવાણી

6.    ધ્રુવબેન બાલાણી

7.    જસવંતીબેન ચૌધરી

આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ
આસારામને દુષ્ક્રમના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post