• Home
  • News
  • માત્ર લોકડાઉનમાં જ નહીં પણ ચાલુ દિવસોમાં પણ ASI અસ્થિર મગજના યુવકને ઘરેથી ટિફિન લાવી પોતાના હાથે થાળી પીરસી જમાડે છે
post

ASI ટિફિન લાવે તો જ યુવક જમે છે, અન્ય લોકો જમવાનું આપે જમતો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:01:14

રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં ગરીબ પરિવાર અને ફૂટપાથ પર રહેતા લોકોને બે ટંક ભોજનના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પોલીસ સહિત સામાજિક સંસ્થાઓ આવા લોકોને ભોજન પૂરું પાડી રહી છે. પરંતુ પડધરી પોલીસ સ્ટેશનના ASI માત્ર લોકડાઉન માટે નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ પોતાના ઘરેથી ટિફિન લઈ જઇ જાતે જ થાળી પીરસી અસ્થિર મગજના યુવકને જમાડી રહ્યા છે

દરરોજ સવાર-સાંજ બે ટાઇમ જમાડે છે

પડધરીના પાટીયા પાસે એક કચરાના ઢગલા નજીક એક માનસિક અસ્થિર યુવક બેસે છે. એ જગ્યા જ એનું ઘર છે અને તેની આગળ પાછળ કોઈ નથી. જગતસિંહ જાડેજા પડધરી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન આ વ્યક્તી માટે દરરોજ સવાર-સાંજ 2 ટાઈમ પોતાના ઘરેથી ટિફિન લાવી અને આ વ્યક્તીને પોતાના હાથે પીરસીને જમાડે છે. લોકડાઉનમાં જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી સેવા કરે છે.


અસ્થિર મગજના યુવકને ASI સાથે લાગણી બંધાઇ ગઇ

જગતસિંહ આ સેવાનું કાર્ય ફક્ત લોકડાઉન  દરમિયાન જ નહીં પણ છેલ્લા ઘણા સમયથી કરે છે. મજાની વાત તો એ છે કે આ યુવકને જગતસિંહ સાથે એવી લાગણી બંધાઈ ગઈ છે કે જગતસિંહ સિવાય અન્ય કોઈ પર ભરોસો નથી કરતો. અન્ય ઘણા લોકોએ એમને જમવાનું આપવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ જગતસિંહ જે ટિફિન લાવે એ જ જમે છે. સલામ છે માનવ પ્રત્યે એક માનવની માનવતાને અને સો સો સલામ છે જગતસિંહ જાડેજાની મહાનતા તથા ઉદારતાને.

 

adv

Related News

post
post
post
post
post
post
post