• Home
  • News
  • કોરોનાના કારણે ભારતનો GDP ગ્રોથ 4% રહેવાનો એશિયન ડેવલપમેન્ટ બેંકનો અંદાજ
post

બેન્કે નાણાકીય વર્ષ 2021 માં 3.8% રહેવાની આગાહી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:57:19

નવી દિલ્હી: એશિયન ડેવલપમેન્ટ બેંકે (ADB) પોતાના આઉટલુક 2020માં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના પગલે ભારતીય અર્થતંત્રને ખરાબ અસર થઇ રહી છે જેના પગલે નાણાકીય વર્ષ 2020-2021માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP)નો વિકાસ દર 4% રહેવાની ધારણા છે. અગાઉ બેન્કે ભારતના GDP ગ્રોથ માટે 6.2%નું અનુમાન કર્યું હતું જેને રિવાઈઝ કરીને ઘટાડવામાં આવ્યું છે. ADBએ પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતમાં કોરોના હજી વ્યાપકપણે ફેલાયો નથી. સરકાર દ્વારા અર્થતંત્રને ટકાવી રાખવા માટે કોર્પોરેટ અને વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો તેમજ નાણાકીય ક્ષેત્રના સુધારાની જોગવાઈઓથી ક્રેડીટ ફ્લો વધશે. અન્ય અર્થવ્યવસ્થાઓની જેમ દેશની વૃદ્ધિ ધીમી પડી રહી છે, જે મોટે ભાગે ચાલુ વૈશ્વિક આરોગ્ય કટોકટીને કારણે છે, જેના કારણે ઘણા દેશોમાં લોકડાઉન છે.

ભારતનો આર્થીક પાયો મજબુત છે
બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ યાસુયુકી સવાડાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસથી ભારતમાં વૈશ્વિક વિકાસ અને વૃદ્ધિ પર અસર થઈ છે, પરંતુ ભારતનો આર્થિક પાયો મજબૂત હોવાના કારણે, આગામી નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા ઝડપી વૃદ્ધિના માર્ગ પર પાછા આવવાની અપેક્ષા છે. છે. તેમણે કહ્યું હતું કે ભારતે અર્થતંત્રને રોગચાળાથી બચાવવા તાત્કાલિક પગલા લીધા છે. જો ભારતમાં કોરોના ઝડપથી ફેલાશે તો આર્થિક પ્રવૃત્તિઓ પણ બંધ થઈ જશે.

ભારતમાં ફુગાવો ત્રણ ટકા હોવાનો અંદાજ છે
ઘટટી માંગ અને તેલના નીચા ભાવોને કારણે ADBએ નાણાકીય વર્ષ 2020માં ફુગાવાનો દર 3% અને તે પછી નાણાકીય વર્ષ 2021 માં 3.8% રહેવાની આગાહી કરી છે. બેન્કે ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2020 માં જીડીપીના 0.3% રહેવાની અને નાણાકીય વર્ષ 2021 માં વધીને 1.2% થવાનો અંદાજ મૂક્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post