• Home
  • News
  • રૂ.2000થી વધુ ઓનલાઈન પેમેન્ટ પર નહીં આપવો પડે ATM પિન
post

રિઝર્વ બેંકની ઓનલાઈન પેમેન્ટ માટે નવી ગાઈડલાઈન જાહેર

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 11:16:44

નવી દિલ્હી: રિઝર્વ બેંકે ઓનલાઈન પેમેન્ટ માટે નવા નિયમ જાહેર કર્યા છે. હવે પેમેન્ટ એગ્રીગેટર ઓનલાઈન પેમેન્ટ દરમિયાન ગ્રાહક પાસેથી એનું એટીએમ પિન માંગી શકશે નહીં. પેમેન્ટ માટે તેમણે ઓટીપી ઈસ્યુ કરવું પડશે. એટલે કે 2 હજાર રૂપિયાથી વધુની રકમની ચૂકવણી માટે ગ્રાહકોને ઓટીપી અપાશે. આ રીતે ગ્રાહકના એટીએમ ઓનલાઈનનો ઉપયોગ નહીં થાય.


આ સાથે જ કોઈપણ પ્રકારના રિફન્ડ માટે પેમેન્ટમાં જે પ્રાઈમરી એકાઉન્ટનો ઉપયોગ થયો હોય તે જ એકાઉન્ટમાં જમા કરવામાં આવે. હાલમાં ઘણી ઈ-કોમર્સ કંપનીઓ રિફંડના નાણાં યુઝરના પેમેન્ટ વોલેટમાં જમા કરે છે. તે યુઝરને રોકડ સ્વરૂપે પાછા મળી શકતા નથી. રિઝર્વ બેન્કે 17 માર્ચે ગાઈડલાઈન બહાર પાડી હતી. તેનો હેતુ ઓનલાઈન પેમેન્ટ દરમિયાન ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવાનો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post