• Home
  • News
  • આતંકી જાફર સાથે સંપર્ક ધરાવતા 2 શખ્સને એટીએસની ટીમે જંબુસરથી ઉઠાવ્યા
post

કનેક્શન ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સાથે જોડાતાં સ્થાનિક પોલીસ બેડાએ પણ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 09:43:44

ભરૂચ: અમદાવાદના બ્લાસ્ટ સહિત અન્ય આતંકવાદી ગતિવિધિઓમાં ભરૂચ જિલ્લાનું નામ ભૂતકાળમાં ખરડાયું છે. ત્યારે આજે ગુરુવારે વડોદરા ખાતેથી તામિલનાડુ આઇએસઆઇએસ મોડ્યુઅલના વોન્ટેડ આરોપી જાફરઅલી મહોમદ હલીકને એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. તેનું કનેક્શન ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સાથે જોડાતાં સ્થાનિક પોલીસ બેડાએ પણ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.


આઇએસઆઇએસની વિચારધારાથી પ્રભાવિત તમિલનાડુના કુલ 6 શખ્સો વોન્ટેડ બન્યા હતા. તેઓ કોઇ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની સંભાવનાને લઇને તમામ 6 શખ્સોને શોધવાની દેશભરમાં કવાયત ચાલી રહી હતી. દરમિયાનમાં ગુજરાત એટીએસની ટીમે વડોદરાના ગોરવા વિસ્તારમાંથી જાફરઅલી મહોમદ હલીક ( મૂળ રહે. તામીલનાડુ)નામના આરોપીને જેર કરવામાં સફળતા મેળવી હતી. આઇએસઆઇએસ મોડ્યુઅલના વોન્ટેડ પૈકીના એકની ધરપડકથી ચકચાર જાગી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં તેનું કનેક્શન ભરૂચના જંબુસર સાથે જોડાયું છે. જેમાં મળતી વિગતો મુજબ જંબુસરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અને કપડાની ફેરી કરતાં અબરાર ઇકબાલ પટેલ તેમજ ભાગલીવાડ ખાતે રહેતાં અને ટેલરિંગનું કામ કરતાં મુબારક અબ્દુલ મલેક નામના બે શખ્સો સાથે જાફરઅલીનો સંપર્ક હોવાની શક્યતાઓને લઈને એટીએસની ટીમે બન્નેને જંબુસર ખાતેથી ઉઠાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે તેઓની સંડોવણી હોવા અંગેની કોઇ પૂર્તતા હજી સુધી મળી નથી.


વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ
શહેરના ગોરવા મધુનગર વિસ્તારમમાં મકાનમાંથી આતંકવાદી ઝડપાયા બાદ પોલીસ તંત્રમાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું. ગુરુવારે સાંજ પછી શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર સહિત શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં તથા બજારમાં પોલીસે ડોગ સ્ક્વોર્ડ અને બોંબ સ્ક્વોર્ડને સાથે રાખીને શંકાસ્પદ શખ્સો અને સામાનનું સઘ્ન ચેકીંગ કર્યું હતું. રેલવે સ્ટેશ્ન વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ઉતરી પડતાં લોકોમાં ભારે ઉત્સુકતા ફેલાઇ ગઇ હતી. પોલીસે શંકાસ્પદ વાહનોનું પણ ચેકીંગ કર્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post