• Home
  • News
  • Azadi ka Amrut Mahotsav: PM Modi આજે દાંડી યાત્રાનો કરાવશે પ્રારંભ, જાણો કાર્યક્રમની મિનિટ ટૂ મિનિટ વિગતો
post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-12 09:22:19

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ની આજથી શરૂઆત થવાની છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવવાના છે. આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે. સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ગાંધી આશ્રમના કાર્યક્રમ બાદ પીએમ મોદી સહિતના મહાનુભાવો દાંડીયાત્રામાં જોડાવાના છે. 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવશે જેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે.

પીએમ મોદીનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવશે જેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે.


PM મોદીના આજે સવારે 8:30 વાગ્યે દિલ્લી એરપોર્ટથી રવાના થશે--

આજે  સવારે 10:05 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
આજે સવારે 10:30 વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે
સવારે 10:30થી 12:15 વાગ્યા સુધી આઝાદીનો અમૃત મહોત્સવ
બપોરે 12:15થી 12:45 વાગ્યા સુધી રિઝર્વ
બપોરે 12:50 વાગ્યે કાર્યક્રમ સ્થળથી રવાના થશે
બપોરે 1:10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે પીએમ
બપોરે 1:15 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે પીએમ
બપોરે 2:40 કલાકે દિલ્લી એરપોર્ટ પર પહોંચશે પીએમ મોદી

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડીયાત્રામાં જોડાશે.આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે માટે આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.

દાંડી યાત્રાને આપશે લીલી ઝંડી
આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

આ લોકો ગાંધી આશ્રમ હાજર રહેશે
આ પ્રસંગે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી  પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી  કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે. 

યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ અક્ષર ઘાટછે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post