• Home
  • News
  • બચ્ચન પરિવારની મુશ્કેલી વધી:પનામા પેપર મામલે આજે ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં ED સમક્ષ હાજર થશે, ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ તેડું આવી શકે છે
post

એક મહિના પહેલાં અભિષેક બચ્ચન ED પહોંચ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-20 11:48:56

દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે. આજે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ રજૂ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, EDના અધિકારીઓએ પહેલેથી જ પ્રશ્નોનું લિસ્ટ રેડી કરી દીધું છે. પનામા પેપર્સમાં ભારતના આશરે 500 લોકો સામેલ હોવાની વાત ખબર પડી હતી. તેમાં નેતા, એક્ટર, ખેલાડીઓ અને બિઝનેસમેન સહિત દરેક વર્ગમાં આગળ પડતા લોકોનાં નામ છે. આ લોકો પર ટેક્સ હેરાફેરીનો આરોપ છે. આ કેસમાં ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે.

એક મહિના પહેલાં અભિષેક બચ્ચન ED પહોંચ્યો હતો
પનામા પેપર્સ મામલે ઘણા સમયથી તપાસ ચાલી રહી છે. એક મહિના પહેલાં અભિષેક બચ્ચન EDના કાર્યાલયે પહોંચ્યો હતો. તેણે અમુક ડોક્યુમેન્ટ પણ EDના ઓફિસર્સને સોંપ્યા છે. EDનાં સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ તેડું આવવાનું છે.

બચ્ચન પરિવારનું નામ કેમ આવ્યું?
વર્ષ 2016માં બ્રિટનમાં પનામાના લો ફર્મના 1.15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. એ પછી દુનિયાભરના નેતાઓ, બિઝનેસમેન અને સેલિબ્રિટીનાં નામ સામે આવ્યાં હતાં. ભારતની વાત કરીએ તો આશરે 500 લોકોનાં નામ હતાં. એમાં બચ્ચન પરિવાર પણ સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચનને 4 કંપનીના ડિરેક્ટર બનાવ્યા હતા. તેમાં ત્રણ બહામાસમાં હતી અને એકે વર્જિન આઇલેન્ડમાં હતી. આ કંપનીઓનું કેપિટલ 5 હજારથી 50 હજાર ડોલર વચ્ચે હતું, પરંતુ આ કંપનીઓ કરોડો રૂપિયાના શિપ્સનો બિઝનેસ કરતી હતી.

ઐશ્વર્યાને પહેલાં એક કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી હતી. એ પછી તેને કંપનીની શેરહોલ્ડર ડિક્લેર કરી. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું. તેનું હેડક્વાર્ટર વર્જિન આઇલેન્ડમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા, માતા અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેનાં પાર્ટનર હતાં. આ કંપની 2005માં શરૂ કરી હતી. ત્રણ વર્ષ પછી એટલે કે 2008માં કંપની બંધ થઈ ગઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post