• Home
  • News
  • દેશમાં વળી પાછા નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ
post

સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-23 12:04:40

નવી દિલ્હી: સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1,358 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા 42,640 દર્દીઓ નોંધાયા હતા અને 1,167 દર્દીઓના કોરોનાથી જીવ ગયા હતા. 

નવા કેસ વળી પાછા વધ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,848 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,00,28,709 થઈ ગયો છે. એક દિવસમાં 68,817 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,89,94,855 થઈ છે. હાલ 6,43,194 દર્દીઓ સારવાર હેઠળ છે. 

મૃત્યુના આંકડામાં પણ વધારો નોંધાયો
ગઈ કાલે જાહેર થયેલા આંકડા કરતા મૃત્યુનો આંકડો આજે વધ્યો છે. સરકારી આંકડા મુજબ એક દિવસમાં 1,358 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ એક દિવસમાં 1,167 લોકોના કોરોનાથી મોત થયા હતા. એટલે કે આજે જાહેર થયેલા આંકડા મુજબ મૃત્યુમાં વધારો થયો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,90,660 પર પહોંચી ગયો છે. 

રિકવરી રેટ 96 ટકા ઉપર
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આજે 82 દિવસ બાદ એક્ટિવ કેસનો આંકડો 6,43,194 પર પહોંચ્યો છે. રિકવરી રેટ હાલ વધીને 96.56% થયો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.67% છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post