• Home
  • News
  • શિકાગોમાં વોલીબોલ સ્પર્ધા યોજાઇ, BAPS સંસ્થા દ્વારા ભારતીયો એક-બીજાની નજીક આવે તે માટે યોજાઇ સ્પર્ધા
post

આ સ્પર્ધામાં શિકાગોના વિવિધ વિસ્તારમાં રહેતા ભારતીયોની કુલ 24 ટીમો ભાગ લઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-27 09:41:42

શિકાગોથી  નીરવ ગોવાણી :

બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થા દ્વારા હાલ અમેરીકાના શિકાગોમાં વોલીબોલની સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં શિકાગોના વિવિધ વિસ્તારની 24 ટીમોએ ભાગ લીધો છે.

શિકાગોમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર મહિને કોઇને કોઇ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમાં હાલ વોલીબોલ ની સ્પર્ધા યોજવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય રમતો અહીં અમેરીકામાં રહેતા ભારતીયો રમી શકે તે માટે પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેના પગલે હાલ વોલીબોલની સ્પર્ધા યોજાઇ રહી છે. સ્પર્ધામાં શિકાગોના વિવિધ વિસ્તારમાં રહેતા ભારતીયોની કુલ 24 ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમો વચ્ચે કુલ 84 વોલીબોલની મેચ રમાઇ રહી છે.

બીએપીએસ સંસ્થા દ્વારા પ્રકારની સ્પર્ધા યોજવાનું મુખ્ય હેતુ અમેરીકામાં રહેતા ભારતીયો એક-બીજાની નજીક આવે અને રમત-ગમતને લીધે શારિરીક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટેનો છે. પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કાયમ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે.

શિકાગોમાં હાલ ખુબ ઠંડી છે, અને રેગ્યુલર માઇનસમાં તાપમાન રહે છે. એટલુ નહીં, તાપમાન એટલુ નીચુ હોય છે કે, બરફ વર્ષા ચાલુ રહે છે. તેમ છતા પણ હાલ વોલીબોલ સ્પર્ધા ઇન્ડોર સ્ટેડીયમમાં યોજવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post