• Home
  • News
  • બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, ફેન્સમાં શોકનો માહોલ
post

કેલિફોર્નિયાના કૈલાબસાસમાં હેલિકોપ્ટર ક્રેશમાં બ્રાયન અને તેમની દીકરી સહિત 9 લોકોના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-27 09:43:21

વોશિંગ્ટનઅમેરિકન બાસ્કેટબોલ લીગએનબીએના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે.

 

કોણ છે કોબી બ્રાયન?
કોબી બ્રાયને બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેના કેરિયરના 20 વર્ષ લોસ એન્જલસ લેકર્સ ટીમ સાથે પસાર કર્યા છે. દરમિયાન તેમણે ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી. તેઓ પોતે 2008માં એનબીએના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (એમવીપી) રહ્યા. તે સિવાય બે વાર ફાઈનલમાં પસંદગી થઈ. બ્રયાને અમેરિકન ટીમને ઓલિમ્પિકમાં બે વાર ચેમ્પિયન બનાવી. બ્રાયનની સૌથી યાદગાર મેચ 2006માં ટોરેન્ટો રેપ્ટર્સ વિરુદ્ધ હતી. ત્યારે તેમણે લોસ એન્જલસ લેકર્સ તરફથી 81 પોઈન્ટનો સ્કોર કર્યો હતો. તેમણે એપ્રિલ 2016માં પ્રોફેશનલ કેરિયરમાંથી નિવૃત્તિ લીધી હતી.

 

2018માં બ્રાયનની ફિલ્મડિયર બાસ્કેટબોલને બેસ્ટ શોર્ટ એનિમેટેડ ફિલ્મનો ઓસ્કાર અવોર્ડ મળ્યો છે. ફિલ્મ તેમણે 2015માં બાસ્કેટબોલના પ્રતિ તેમનો પ્રેમ દર્શાવતા લખી હતી. બ્રાયન અને તેમની પત્ની વનેસાને ત્રણ દીકરીઓ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post