• Home
  • News
  • 100 વર્ષમાં ઇન્ડિયન સિનેમા માટે સૌથી સારું વીકએન્ડ:'ગદર-2' સહિત 5 ફિલ્મોએ ત્રણ જ દિવસમાં કરી દીધી 400 કરોડની કમાણી, 2 કરોડ દર્શકો પહોંચ્યા થિયેટર
post

'રોકી ઔર રાની'નો જલવો ત્રીજા અઠવાડિયે પણ યથાવત

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 18:17:42

11 થી 13 ઓગસ્ટનો વીકએન્ડ ભારતીય સિનેમા માટે સૌથી ઐતિહાસિક વીકએન્ડ હતો. છેલ્લા 100 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. 4 ફિલ્મો 'ગદર-2', 'OMG-2', 'જેલર' અને 'ભોલા શંકરે' મળીને 400 કરોડનો બિઝનેસ કર્યો હતો. પહેલીવાર એક જ વીકએન્ડમાં 2.10 કરોડ દર્શકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં પહોંચ્યા હતા. 'ગદર-2', 'OMG-2' હિન્દી ફિલ્મો છે, જ્યારે રજનીકાંતની 'જેલર' તમિળ છે અને ચિરંજીવીની 'ભોલાશંકર' એક તેલુગુ ફિલ્મ છે.

સોમવારે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને પુષ્ટિ કરી કે છેલ્લા 100 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. એક વીકએન્ડમાં 2 કરોડથી વધુ દર્શકો થિયેટરમાં પહોંચવાનો રેકોર્ડ પણ 10 વર્ષ પછી બન્યો છે. છેલ્લો રવિવાર હિન્દી સિનેમા માટે સૌથી વધુ કમાણી કરનાર રવિવાર સાબિત થયો છે. 'ગદર-2', 'OMG-2' અને 'રોકી ઔર રાનીકી પ્રેમ કહાની'એ મળીને 72 કરોડનો બિઝનેસ કર્યો હતો.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ રવિવારે 72 કરોડની કમાણી કરી
સિનેમાઘરોમાં રિલીઝ થયેલી બોલિવૂડની ત્રણેય ફિલ્મો 'ગદર 2', 'OMG 2' અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. માત્ર રવિવારે જ આ ત્રણેય ફિલ્મોએ મળીને 72.50 કરોડની કમાણી કરી હતી. જેમાં 'ગદર 2'52 કરોડ, 'OMG 2'17.55 કરોડ અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'3.50 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે, તે હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે સૌથી વધુ કમાણી કરનાર સિંગલ ડે પણ બની ગયો છે.

'ગદર 2'નું ફર્સ્ટ વીકેન્ડ કલેક્શન 135 કરોડને પાર
સૌથી પહેલા સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' એ રવિવારે 52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે તેણે ઓપનિંગ વીકએન્ડ પર કુલ 135 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે સનીની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર બની ગઈ છે.

'OMG 2'નું કુલ કલેક્શન 43 કરોડ
બીજી તરફ, અક્ષય કુમાર સ્ટારર 'OMG 2' ની કમાણીમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. ફિલ્મે રવિવારે 17.55 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 43 કરોડ થઈ ગયું છે.

'જેલર'નું કલેક્શન 146 કરોડ, 'ભોલા શંકરે' 20 કરોડની કમાણી કરી
આ દરમિયાન રજનીકાંતની ફિલ્મ 'જેલર' પણ ભારતમાં 150 કરોડનું કલેક્શન કર્યું છે. sacnilk.comના રિપોર્ટ મુજબ, ફિલ્મે રવિવારે દેશમાં લગભગ 38 કરોડનું કલેક્શન કર્યું હતું. આ તમિળ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ડબ કરવામાં આવી છે. તમામ ભાષાઓ સહિત ફિલ્મે અત્યાર સુધીમાં 146.4 કરોડની કમાણી કરી છે. બીજી તરફ મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ 'ભોલા શંકર'એ પહેલા વીકએન્ડ પર 20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

'રોકી ઔર રાની'નો જલવો ત્રીજા અઠવાડિયે પણ યથાવત
રવિવારે માત્ર આ બે ફિલ્મો જ નહીં પરંતુ કરન જોહરની 'રોકી ઔર રાનીકી પ્રેમ કહાની'એ પણ ચોંકાવી દીધા હતા. રિલીઝના ત્રીજા સપ્તાહમાં આવેલી આ ફિલ્મે રવિવારે રૂ. 3.50 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મનું કુલ કલેક્શન 130 કરોડ થઈ ગયું છે.

ક્લેશને કારણે બંને ફિલ્મની કમાણી ઉપર પડી અસર
'
ગદર 2' નો ઓલ ઈન્ડિયા ઓક્યુપન્સી 80% હતી જે પોતાના માટે પણ એક રેકોર્ડ છે. જો તેની 'OMG 2' સાથે ટક્કર ન થઈ હોત તો તેની કમાણી 25 કરોડ સુધી વધી ગઈ હોત.

રવિવારના રોજ 'OMG 2' ની સારી ઓક્યુપન્સી
બીજી તરફ, જો 'ગદર 2'ની સાથે 'OMG 2' રિલીઝ ન થઈ હોત, તો આ ફિલ્મની વધુ કમાણી થઇ હોત. જેના કારણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને ફાયદો થયો હોત. જો કે, રવિવારે, ફિલ્મની ઓલ ઈન્ડિયા ઓક્યુપન્સી લગભગ 63% રહી હતી.
જો કે હવે જોવાનું એ રહેશે કે સ્વતંત્રતા દિવસની રજામાં આ બંને ફિલ્મો કેટલો સારો દેખાવ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post