• Home
  • News
  • મોહન ભાગવતે કહ્યું- ગાંધીજી તેમની ભૂલોનું પ્રાયશ્ચિત કરતા હતા, શું આજે આંદોલન કરનાર તેમના રસ્તે ચાલશે?
post

જે લોકો આંદોલનમાં આગળ રહે છે, તેઓ એની કિંમત ચૂકવે છે; આવા લોકોને મારી નાખવામાં આવે છે અથવા જેલ મોકલવામાં આવે છે: સંઘ પ્રમુખ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 10:22:28

નવી દિલ્હી: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ગાંધીજી એક કટ્ટર સનાતની હિન્દુ હતા અને તેમનામાં ભૂલોનું પ્રાયશ્ચિત કરવાના ગુણ હતા. દેશના ઘણાં ભાગમાં નાગરિકતા કાયદો (CAA) અને નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ આંદોલન વિશે પણ ભાગવતે પ્રહાર કર્યા હતા. મોહન ભાગવતે સોમવારે દિલ્હીમાં મહાત્મા ગાંધી વિશે લખવામાં આવેલા એક પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સંઘ પ્રમુખે કહ્યું હતું કે, જો ગાંધીજીના પ્રયોગો કે તેમનું આંદોલન ગેરમાર્ગે જતું રહેતું તો તેઓ પ્રાયશ્ચિત કરવા સક્ષમ હતા. જો આજના આંદોલનમાં કોઈ પ્રોબ્લેમ થાય અથવા કાયદો વ્યવસ્થા બગડે તો શું કોઈ પ્રાયશ્ચિત કરશે? તેમણે કહ્યું કે, જે લોકો આંદોલનમાં આગળ રહેતા હોય છે તે લોકોને તેની કિંમત ચૂકવવી પડે છે. આવા લોકોને મારી નાખવામાં આવે છે અથવા જેલ જવુ પડે છે. જે લોકો આંદોલનમાં પાછળ રહેતા હોય છે તેમના માટે માત્ર હાર-જીતનો જ મુદ્દો મહત્વનો હોય છે.

ગાંધી કટ્ટર સનાતની હિન્દુ હતા: ભાગવત
RSS
પ્રમુખે કહ્યું- ગાંધીજીએ ઘણી વાર કહ્યું છે કે તેઓ એક કટ્ટર સનાતની હિન્દુ હતા. તેથી તેમણે કદી ઈશ્વરની પૂજા કરવાની અલગ અલગ રીતમાં ભેદ નથી કર્યો. તેમને તેમના ધર્મમાં પૂરી આસ્થા હતી અને અન્ય ધર્મો પ્રત્યે પણ સન્માન કરતા હતા. ગાંધીજીના આદર્શ સંપૂર્ણ રીતે ભારતીયો હતા. તેથી તેમને કદી પોતાની જાતને હિન્દુ દર્શાવવામાં શરમ નહતી આવતી. તેમણે કહ્યું કે, ગાંધીજીના સપનાનું ભારત હવે સાકાર થઈ રહ્યું છે.

ગાંધી અને હેડગેવારની વિચારસરણી સમાન હતી: સંઘ પ્રમુખ
ગાંધીને સંત જણાવતા ભાગવતે કહ્યું કે, તેઓ તેમના સમયમાં ભારતનો અવાજ હતો. તેમણે હંમેશા એવા વિકાસ પર ભાર આપ્યો છે જેના કેન્દ્રમાં માણસ હોય. ગાંઘીજીએ હંમેશા ભારતને ભારતીય દ્રષ્ટીકોણથી જોયા છે. RSSના સંસ્થાપક કેબી હેડગેવારને પણ તેમણે ગાંધીજી જેવી જ વિચારસરણી વાળા જણાવ્યા હતા. ભાગવતે કહ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે નવી પેઢી ગાંધીજીના સપનાનું ભારત બનાવશે. કદાચ આપણે 20 વર્ષ પછી એવું કહી શકીશું કે, આપણે ગાંધીના સપનાનું ભારત બનાવી દીધું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post