• Home
  • News
  • ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.O:કેબિનેટ બેઠકમાં ખાતા ફાળવણી શરૂ, ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, રાઘવજીને કૃષિ
post

156ની બમ્પર જીત છતાં 17ને મંત્રીમંડળમાં સ્થાન, 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 18:57:29

શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. આજે સાંજે ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ સહિતના ખાતા ફાળવવામાં આવ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. અહીં જાણો કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવ્યું...

ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી

કેબિનેટ મંત્રીઓ ફાળવાયેલા ખાતા

કનુભાઈ દેસાઈ
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

ઋષિકેશ પટેલ
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો

રાઘવજી પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બળવંતસિંહ રાજપુત
ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કુંવરજી બાવળિયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

મૂળુ બેરા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ

ડો. કુબેર ડીંડોર
આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુબેન બાબરીયા
સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રીઓ

હર્ષ સંઘવી
રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)

જગદીશ (પંચાલ)
સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)

પુરુષોત્તમ સોલંકી
મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુ ખાબડ
પંચાયત અને કૃષિ

મુકેશ જે. પટેલ
વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા

પ્રફુલ્લ પાનસેરીયા
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

ભીખુસિંહ પરમાર
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

કુંવરજી હળપતિ
આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

 

adv

Related News

post
post
post
post
post
post
post