• Home
  • News
  • ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી : ભાજપ દ્વારા ‘એક તીર ને ત્રણ નિશાન..’
post

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક કરી ભાજપે ‘એક તીર થી ત્રણ નિશાન’ તાંક્યા છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-09-12 19:58:58

અમદાવાદ,

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક કરી ભાજપે એક તીર થી ત્રણ નિશાન તાંક્યા છે. પરંતુ ભૂપેન્દ્ર ભાઇ ભાજપના મોવડી મંડળના ભરોસા પર કેટલા ખરા ઉતરે છે તે 2022ની ચુંટણીના પરિણામો બતાવશે.

ગુજરાતમાં કેટલાય સમયથી મુખ્યમંત્રી બદલાય છે, તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ. અને અંતે ગઇકાલે આ ચર્ચા પૂર્ણ થઇ અને પાંચ વર્ષને 36 દિવસ સુધી ગુજરાત રાજ્યની ધુરા સંભાળનાર રાજકોટના વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દિધુ હતુ. જો કે, ત્યારબાદ દેશના તમામ રાજકીય નિષ્ણાંતો નવા ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચા કરવા લાગ્યા. પરંતુ આ તમામ ચર્ચા પર ભાજપે દર વખતની જેમ નવો જ ચહેરો રજુ કર્યો અને અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાથી પ્રથમ વખત ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. આ જાહેરાત સાથે ભાજપે એક તીરને ત્રણ નિશાન તાંક્યુ છે.

1-      પાટીદારોની માંગણી સંતોષી

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પાટીદારોની માંગ હતી કે, તેમની જ્ઞાતીને અન્યાય કરવામાં આવી રહી છે. અને પાટીદાર નેતા જ ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી માંગ કરવામાં આવી હતી. જો કે, પાટીદાર સમાજની માંગ લેઉવા પાટીદાર તરફ વધારે જુકેલી હતી, પરંતુ પાટીદાર સમાજ દ્વારા એવી કોઇ જાહેરમાં સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, જેના પગલે ભાજપે કડવા પાટીદારને મુખ્યમંત્રી બનાવીને પાટીદાર સમાજની માંગ પૂરી કરી છે.  

2-      ચુંટણીમાં ફંડીંગની જરૂરીયાત પૂરી કરવા ભૂપેન્દ્ર પટેલના ખભે બંધૂક મૂકી..

ગુજરાતમાં તમામ લોકો જાણે છે કે, ભૂપેન્દ્ર પટેલના સબંધો બિલ્ડર લોબી સાથે વધારે છે. અને આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી આવી રહી છે. હાલની પરિસ્થીતી પ્રમાણે કોરોના અને અન્ય કેટલાક મુદ્દાઓને પગલે બિલ્ડર લોબી આમ પણ સરકારથી નારાજ છે. ત્યારે આ લોબીને ફરિથી ભાજપ તરફ વાળવા અને તેમનો ઉપયોગ ચુંટણી માટે કરી શકાય તે મુદ્દો ધ્યાનમાં રાખીને પણ ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હોઇ શકે છે.

3-      સરકારી બાબુની દાદાગીરી પર નિયંત્રણ લાવવા ઉપયોગ..

ભૂપેન્દ્ર પટેલ અગાઉ ઔડાના ચેરમેન પદે ફરજ બજાવી ચુક્યાં છે. અને તે સમયથી જ તેમની વહિવટી કુશળતા લોકોને પસંદ છે. કેમ કે, તેઓ રેવન્યુ ના નિતી નિયમો અંગે શારૂ જ્ઞાન ધરાવે છે ઉપરાંત તેઓ પોતે સરકારી કર્મચારીઓ સાથે હસી-મજાક કરીને પોતાના સિંધ્ધાત પ્રમાણે કાર્યવાહી કરવી શકે છે. ઉપરાંત તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલના જ્ઞાનનો લાભ પણ સમયસર મળતો રહે છે. અને આંનદીબેન પટેલ સરકારી કર્મચારીઓ સાથે કેવી રીતે કામ લેવુ તે અંગે કુળશ છે. એટલે ભાજપ દ્વારા હાલ ગુજરાતની સરકારમાં સરકારી બાબુઓ અંગેની દાદાગીરી પર નિયત્રણ લાવવા માટે પણ ભૂપેન્દ્ર પટેલનો ઉપયોગ કરી શકે છે.    

adv

Related News

post
post
post
post
post
post
post