• Home
  • News
  • શિવસેના વિવાદમાં ઉદ્ધવને મોટો ફટકો:સુપ્રીમ કોર્ટે કહ્યું- પાર્ટી પર શિંદે જૂથના દાવા અંગે ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્ટે નહીં
post

ઉદ્ધવ-શિંદે કેસથી શરૂઆત, બંધારણીય બેચે કહ્યું- અમે વિવાદનો જલદી ઉકેલ લાવવા માગીએ છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 17:54:58

નવી દિલ્લ: સુપ્રીમ કોર્ટે મંગળવારે શિવસેના વિવાદમાં એકનાથ શિંદે જૂથને મોટી રાહત આપી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે પાર્ટી પર શિંદે જૂથના દાવા પર ચૂંટણી પંચની કાર્યવાહી પરનો સ્ટે હટાવી લીધો છે. હવે પંચ શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે માટે આને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ઉદ્ધવે આ મામલે ધારાસભ્યોની યોગ્યતા નક્કી ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટ માટે મંગળવારનો દિવસ ઐતિહાસિક છે. આજથી લોકો બંધારણીય બેંચની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતુ. તેની શરૂઆત આજે ઉદ્ધવ વિરુદ્ધ શિંદે કેસથી થઈ હતી. આ દરમિયાન ઉદ્ધવ જૂથ તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે દલીલ કરી. તેમણે કહ્યું- 'આ બધું 29 જુલાઈના કોર્ટના આદેશને કારણે થયું છે. જ્યારે ગેરલાયકાતનો મામલો પેન્ડિંગ છે, ત્યારે ચૂંટણીપંચ કેવી રીતે પ્રતીક પર નિર્ણય લઈ શકે. બીજી તરફ બેચે કહ્યું હતું કે અમે આ મામલાને જલદી ઉકેલવા માગીએ છીએ.

બીજી તરફ બેન્ચે કહ્યું કે અમે આ મામલાને જલ્દી ઉકેલવા માંગીએ છીએ
SC
એ બંધારણીય બેંચ સમક્ષ કેસોની સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. આ કેસોમાં EWS અનામત, મહારાષ્ટ્ર શિવસેના વિવાદ, દિલ્હી-કેન્દ્ર વિવાદ સામેલ છે. ખરેખરમાં, ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સુનાવણી દરમિયાન શું-શું થયું, ચાલો... જાણીએ...

1. ઉદ્ધવ Vs શિંદે શિવસેના વિવાદ: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, 'હું ઈચ્છું છું કે આ વિવાદ જલ્દી ઉકેલાય. અમે જોવા માંગીએ છીએ કે સ્પીકરના અધિકારક્ષેત્ર અને ચૂંટણી પંચના અધિકારક્ષેત્ર વચ્ચે કોઈ કન્ટ્રડિક્શન છે કે કેમ.

આ અંગે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- જે વ્યક્તિએ ચૂંટણી પંચમાં કેસ દાખલ કર્યો છે તે શિવસેનાનો સભ્ય નથી.

2. EWS અનામત: સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેંચમાં સાતમા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારે કહ્યું કે અનામત આપવા માટે 50%ની જે અડચણ છે, શું તેને દુર કરવું તે ચોંકાવનારું છે? આ મામલે અરજદારના વકીલ, શંકરનારાયણે કહ્યું - તે ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ માળખું બનાવવામાં આવ્યું હતું, તેને દુર કરી શકાતું નથી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે.

જાન્યુઆરી 2019 માં, કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકો માટે 10% અનામતની જાહેરાત કરી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

3. ઉપરાજ્યપાલ Vs દિલ્હી સરકાર: આ મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં નવેમ્બરમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બંધારણીય બેંચમાં થશે. દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાને પડકારવામાં આવી છે.

2018માં ભારતના તત્કાલિન CJIએ લાઇવ સ્ટ્રીમિંગની મંજુરી આપી હતી
હાલમાં જ CJIની અધ્યક્ષતામાં કોર્ટની બેઠક યોજાઈ હતી. જેમાં 27 સપ્ટેમ્બરથી તમામ બંધારણીય બેંચની સુનાવણીની કાર્યવાહીને લાઇવ-સ્ટ્રીમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 સપ્ટેમ્બર, 2018 ના રોજ, ભારતના તત્કાલિન CJI દિપક મિશ્રાએ બંધારણીય મહત્વની બાબતોના લાઇવ સ્ટ્રીમિંગને મંજૂરી આપી હતી. જો કે, જાતીય સતામણી અને લગ્ન સંબંધીત કેસોની કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગની મંજુરી અપાઈ ન હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post