• Home
  • News
  • PMને મોટાભાઈની સલાહ:મોદી વિશે વાત કરતા ભાવુક થયા-આંખો છલકાઈ, કહ્યું- 'દેશ માટે ખૂબ મહેનત કરો છો, થોડો આરામ પણ કરો'
post

ઘેરબેઠાં મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનનાં 100 વર્ષનાં માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઈ મતદાન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:20:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું. બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું અને ત્યારબાદ તેમના મોટા ભાઈ સોમાભાઈને મળ્યા હતા. વડાપ્રધાન મોદીને મળવાની વાત કરતાં સોમાભાઈ પણ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે તેઓ ગર્વ અનુભવે છે.

PM મોદી વિશે વાત કરતા ભાવુક થઈ ગયા
વડાપ્રધાનના મોટા ભાઈ સોમાભાઈ નરેન્દ્ર મોદી વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે 'વર્ષ 2014 પછી કેન્દ્ર સરકારે જે રીતે કામ કર્યું છે, તેને લોકો અવગણી નહીં શકે.' વડાપ્રધાન મોદી અને સોમાભાઈ વચ્ચે લગભગ 23 મિનિટ સુધી મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના હાલચાલ પૂછ્યા હતા.

સોમાભાઈએ PM મોદીને મહત્ત્વની આપી સલાહ
સોમાભાઈ મોદીએ પીએમ મોદી સાથે મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું કે તેમને પીએમ બનતા અને દેશ માટે કામ કરતા જોઈ ખૂબ જ ગર્વ મહેસૂસ કરું છું. આ ઉપરાંત જણાવ્યું હતું કે બંને વચ્ચે મુલાકાત દરમિયાન પોતાના ભાઈને મોટી સલાહ આપી. સોમાભાઈએ વધુમાં જણાવ્યું કે 'મેં પીએમ મોદીને કહ્યું કે તેઓ દેશ માટે ખૂબ જ કામ કરે છે, થોડો આરામ પણ કરવો જોઈએ.'

સોમાભાઈએ મતદારોને આપ્યો સંદેશ
સોમાભાઈ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કહ્યું-'મતદારોને સંદેશ છે કે તેઓ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે અને એવા લોકોને પસંદ કરે જે દેશની પ્રગતિ કરે. 2014થી થયેલાં વિકાસનાં કામો પર લોકો વોટ આપશે.'

PM મોદીનાં માતાએ પણ મતદાન કર્યું
ઘેરબેઠાં મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનનાં 100 વર્ષનાં માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઈ મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયાની સામે બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું હતું

મતદાન પહેલા PMએ માતા હીરાબાના આશીર્વાદ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ગરમા ગરમ ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક યોજાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post