• Home
  • News
  • સરકારની ખેડૂતોને મોટી ભેટ:DAP ખાતરની બેગ રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200માં મળશે, કેન્દ્રએ સબસિડી રૂપિયા 500થી વધારી રૂપિયા 1200 કરી
post

કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 10:34:50

કેન્દ્ર સરકારે બુધવારે સાંજે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે DAP ફર્ટિલાઈઝર પર સબસિડી 140% વધારી છે. એટલે કે હવે ખેડૂતોને એક બેગ દીઠ રૂપિયા 500ને બદલે રૂપિયા 1200 સબસિડી મળશે. તેનાથી ખેડૂતોએ ખાતરની બેગ માટે રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200 મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. PMએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર મળશે. કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.

બેઠકમાં એ મુદ્દે ચર્ચા થઈ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની વધેલી કિંમતોને લીધે ખાતરની કિંમતોમાં વધારો થયો છે. વડા પ્રધાને એ મુદ્દે ભાર આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ કિંમતોમાં વધારો થવા અંગે ટ્વિટ કર્યું હતું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે સવારે જ એક સમાચાર સાથે DAPની કિંમતોમાં વધારો થવા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે લખ્યું હતું કે કેન્દ્ર સરકારે શા માટે વધારો કર્યો?: GST અને પેટ્રોલ ડીઝલ ખાતરની કિંમત, મોદી મિત્રોની આવક, અન્નદાતા પર મહામારીમાં પણ અત્યાચાર
કેન્દ્ર સરકારે શા માટે ઘટાડો કર્યો?

અગાઉ રૂપિયા 1700ની કિંમત પર રૂપિયા 500 સબિસિડી હતી
ગયા વર્ષે DAPની વાસ્તવિક કિંમત રૂપિયા 1,700 પ્રતી બેગ હતી. જેમાં કેન્દ્ર સરકાર રૂપિયા 500 પ્રતિ બેગ સહસિડી આપતી હતી. માટે કંપનીઓ ખેડૂતોને રૂપિયા 1200 પ્રતિ બેગ પ્રમાણે ખાતરનું વેચાણ કરતી હતી. તાજેતરમાં DAPમાં ઉપયોગ થતા ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતો 60 ટકાથી 70 ટકા સુધી વધ્યા છે.

તેને લીધે એક DAP બેગની વાસ્તવિક કિંમત હવે રૂપિયા 2400 છે, જેને ખાતર કંપનીઓ દ્વારા રૂપિયા 500 સબસિડી ઘટાડી રૂપિયા 1900માં વેચવામાં આવે છે. આજના નિર્ણયથી ખેડૂતોને રૂપિયા 1200માં જ DAPની બેગ મળી રહી છે.

અક્ષય તૃતીયા બાદ ખેડૂતોને બીજી મોટી સોગાદ
અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ ખેડૂતોના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે. કેન્દ્ર સરકાર પ્રત્યેક વર્ષ રાસાયણીક ખાતરની સબસિડી પર આશરે રૂપિયા 80,000 કરોડ ખર્ચ કરે છે. DAPમાં સબસિડી વધારવા સાથે જ ખરીફ સિઝનમાં ભારત સરકાર 14,775 કરો વધારાનો ખર્ચ કરશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post