• Home
  • News
  • ભારતમાં કોરોનાથી મોટી રાહત, છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કેસ, 422 લોકોના મૃત્યુ
post

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,649,295 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારબાદ અત્યાર સુધી કોવિડ માટે કુલ ટેસ્ટોની સંખ્યા 47 કરોડ (471,294,789) સુધી પહોંચી ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-03 12:04:01

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરની અસરમાં ઘટાડો થયો છે પરંતુ ત્રીજી લહેરનો ખતરો યથાવત છે. કોરોના વાયરસથી અત્યાર સુધી દેશમાં અનેક લોકોના મોત થયા છે. ઘણા રાજ્યોમાં કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 30,549 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો 31,726,507 સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 422 લોકોના મોત થયા છે. સોમવારની તુલનામાં કોરોનાના નવા કેસમાં 9585 કેસોનો ઘટાડો નોંધાયો છે. તેને રાહતના રૂપમાં જોઈ શકાય છે. 

તો કોરોનાથી સાજા થનારા લોકોની વાત કરીએ તો 38,887 લોકો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થયા છે. દેશભરમાં કોરોનાથી 425,195 લોકોના મોત થયા છે અને કુલ 30,896,354 લોકો કોરોનાથી અત્યાર સુધી સાજા થયા છે. મંગળવારે સામે આવેલા કેસ સોમવારની તુલનામાં ઓછા છે. સોમવારે દેશમાં 40134 નવા કેસ સામે આવ્યા હતા. બંને દિવસના કેસમાં 9585 કેસનું અંતર છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ  (ICMR) અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,649,295 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારબાદ અત્યાર સુધી કોવિડ માટે કુલ ટેસ્ટોની સંખ્યા 47 કરોડ (471,294,789) સુધી પહોંચી ગઈ છે. 

તો વેક્સિન લગાવનાર લોકોની વાત કરીએ તો અધિકારીઓએ અત્યાર સુધી 47 કરોડ (472,223,639) લોકોને રસીના ડોઝ આપ્યા છે, જેમાંથી 36 કરોડ  (367,994,586) ને પ્રથમ ડોઝ મળી ચુક્યો છે જ્યારે બાકી 11 કરોડ (104,229,053)  ને બીજો ડોઝ મળ્યો છે. 

વર્તમાનમાં દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ કે ભારત બાયોટેકની કોવૈક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. તો દિલ્હી, ગુરૂગ્રામ, બેંગલુરી, ગુવાહાટી, કોચ્ચિ, કોલકત્તા સહિત કેટલાક શહેરોમાં રશિયાના સ્પુતનિક વેક્સીન પણ મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post