• Home
  • News
  • અપહરણ કેસમાં બિહારના ધારાસભ્યે કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું; શપથ લેવા રાજભવન પહોંચી ગયા, મળ્યું કાયદા મંત્રાલય!
post

કાર્તિક સિંહ મોકામાના બાહુબલી નેતા અનંત સિંહના નજીકના માનવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 18:32:23

બિહારમાં કેબિનેટ વિસ્તરણ થયા પછી નવા બનેલા કાયદામંત્રી કાર્તિક કુમાર વિવાદોમાં ઘેરાયા છે. હકીકતમાં જે દિવસે એક અપહરણ કેસમાં કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું એ જ દિવસે રાજભવન પહોંચીને મંત્રીપદના શપથ લીધા અને તેમને નીતીશ કુમારે કાયદા મંત્રાલય જ સોંપી દીધું. ખાસ બાબત તો એ છે કે કોર્ટની નજરમાં કાર્તિક કુમાર 8 વર્ષથી ફરાર છે.

અનંત સિંહના નિકટના મનાતા અને RJD ક્વોટાના મંત્રી બનેલા કાર્તિક કુમારે પોતાના પર થયેલા વિવાદ પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું હતું કે એફિડેવિટમાં બધું જ લખેલું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કાર્તિક પર લાગેલા આરોપો અંગે કહ્યું હતું કે મને આના વિશે કોઈ માહિતી નથી.

કોર્ટે 1 સપ્ટેમ્બર સુધી આપી હતી ધરપકડમાંથી રાહત
રાજદ પ્રદેશ પ્રવક્તા શક્તિ યાદવે કહ્યું હતું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરફથી કડક નિર્દેશ અપાયા છે કે જે દોષિત હશે તેને છોડાશે નહીં. અમે અમારાને પણ નહીં બચાવીએ. આ અંગે કાયદામંત્રી કાર્તિક કુમાર સાંજે 4 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે.
અપર જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તૃતીય દાનાપુર તરફથી એક આદેશ સામે આવ્યો છે, જેમાં કાર્તિક કુમારની ધરપકડ પર પહેલી સપ્ટેમ્બર સુધી સ્ટે આપ્યો છે. આ આદેશ મોકામાના પોલીસ-અધ્યક્ષને આપવામાં આવ્યો છે. આ આદેશની પુષ્ટિ અનંત સિંહના વકીલ સુનીલ કુમારે પણ કરી છે.

2014માં થયું હતું અપહરણ, આરોપીઓમાં અનંત સિંહનું પણ નામ
આ ઘટના 2014ની છે. પટણાના બિહટા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રાજીવ રંજનનું અપહરણ થયું હતું. આ પ્રકરણમાં કાર્તિક કુમાર સામે અપહરણનો કેસ દાખલ થયો હતો. આ પ્રકરણમાં તેની સાથે બીજા 17 લોકોનાં નામ પણ આરોપી તરીકે હતાં, જેમાં પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને બંટુ સિંહ પણ સામેલ હતા.

આ પ્રકરણમાં કાર્તિક કુમારના આગોતરા જામીન અરજી ફેબ્રુઆરી 2022માં જ ફગાવી દેવાઈ હતી. તેમને કોર્ટમાં સરેન્ડર કરવા અને પછી કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે કાર્તિક કુમારે હજુ સુધી કોર્ટમાં સરેન્ડર નથી કર્યું અને જામીન માટે પણ ફરીવાર અરજી નથી કરી. એ પછી 14 જુલાઈએ કાર્તિક સામે વોરંટ ઈસ્યુ થયું હતું. 16 ઓગસ્ટે તેને કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું પણ તેઓ ત્યાં હાજર થયા નહીં.

ભાજપે સરકારને સાણસામાં લીધી
પૂર્વ DyCM અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ મહાગઠબંધન સરકારને ઘેર્યું છે. તેમણે કહ્યું હતું કે નીતીશ કુમારની સરકારમાં બાહુબલીઓની બોલબાલા છે. કાયદામંત્રી કાર્તિક કુમારને તાકીદે બરતરફ કરવાની માગણી કરી છે.

અનંત સિંહના ચૂંટણી રણનીતિકાર છે કાર્તિક
કાર્તિક સિંહ મોકામાના બાહુબલી નેતા અનંત સિંહના નજીકના માનવામાં આવે છે. તેને બધા 'કાર્તિક માસ્ટર'ના નામથી જાણે છે. 2005માં બિહાર વિધાનસભા ચૂંટણી પછી કાર્તિક માસ્ટર અને અનંત સિંહના ચૂંટણી રણનીતિકારના રૂપમાં સાબિત કરી દીધા. અનંત સિંહ જેલમાં હતા તો પણ કાર્તિંકને MLC (મેમ્બર ઓફ લેજેસ્લેટિવ કાઉન્સિલ) બનાવવામાં મદદ કરી હતી. જોકે હાલમાં અનંત સિંહ સજા ભોગવે છે, એટલે ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post