• Home
  • News
  • ઈતિહાસમાં આજે:ભારતના વીર સપૂત કેપ્ટન વિક્રમ બત્રા આજે 46 વર્ષના હોત; અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપનાને 100 વર્ષ પુરા થયા
post

1948માં USSRની મદદથી કિમ II- સંગે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા બનાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 10:37:51

ભારત માતાના વીર સપૂત લેફ્ટિનેન્ટ વિક્રમ બત્રાનો જન્મ 1974માં પાલમપુરમાં થયો હતો. જે વખતે દુશ્મને કારગિલના પહાડો પર કબજો કર્યો હતો, ત્યારે સેનાની 12 જમ્મુ-કાશ્મીર રાઈફલ્સમાં તહેનાત હતા. વિક્રમ બત્રાના નેતૃત્વમાં ટુકડીએ હમ્પ તથા રાકી નાબ જેવા સ્થળો પર જીત મેળવી અને પછી વિક્રમ બત્રાને કેપ્ટન બનાવી દેવાયા હતા.

શ્રીનગર-લેહ માર્ગના ઠીક ઉપર મહત્વપૂર્ણ 5140 પોઈન્ટને પાકિસ્તાન સેનાના કબજામાંથી મુક્ત કરાવ્યો હતો. ઘણો કઠિન વિસ્તાર હોવા છતા કેપ્ટન બત્રાએ 20 જૂન 1999ના રોજ સવારે ત્રણ વાગ્યેને 30 મિનિટ પર આ શિખરને કબજામાં કરી લીધું હતું. કેપ્ટન બત્રાએ જ્યારે રેડિયો પર કહ્યું કે,‘યહ દિલ માંગે મોરતો આખા દેશમાં તેમનું નામ છવાઈ ગયું. ત્યારપછી 4875 પોઈન્ટ પર કબજો કરવાનું મિશન શરૂ થયું. ત્યારે સામ સામેની લડાઈમાં પાંચ દુશ્મન સૈનિકોને ઠાર માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતા પણ તેમને દુશ્મન તરફ ગ્રેનેડ ફેંક્યા. પોતે જીવતા ન રહ્યા, પણ ભારતીય સેનાને મુશ્કેલ જીત અપાવી. કેપ્ટન બત્રાને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

100 વર્ષની થઈ AMU
1856
માં અલીગઢ ભારતીય મુસ્લીમોનું સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું હતું,સર સૈયદ અહમદ ખાંએ અહીંયા એન્ગ્લો-ઓરિએન્ટલ કોલેજ બનાવી હતી. થોડાક જ દિવસોમાં આ મુસલમાનોને અંગ્રેજી શિક્ષણ આપનારું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. 1920માં અલીગઢ કોલેજ એક મુસ્લિમ યુનિવર્સિટી બની ગઈ હતી. આ દરમિયાન આ કોલેજ રાજકીય પ્રવૃત્તિઓ માટેનું પણ મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. જ્યારે કોલેજ બની હતી, ત્યારે તેની પાસે 78 એકર જમીન હતી. હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)નું પરિસર એક હજાર એકરથી વધારે વિસ્તારમાં ફેલાયું છે.

ક્વીન એલિઝાબેથે ઈતિહાસ રચ્યો
ક્વીન એલિઝાબેથ દ્વિતીય હાલના સમયના યૂકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, બારબડોસ, બહામાસ, ગ્રેનેડા, પાપુઆ ન્યૂ ગિની વગેરે દેશોની મહારાણી છે. તે કોમનવેલ્થના 54 દેશોના પ્રમુખ છે અને બ્રિટિશ મહારાણી તરીકે ઈંગ્લિશ ચર્ચના સુપ્રીમ ગવર્નર છે. ભારત સહિત કોમનવેલ્થના 15 સ્વતંત્ર દેશોની બંધારણીય મહારાણી છે. 6 ફેબ્રુઆરી 1952ના રોજ તેમનો રાજ્યાભિષેક થયો અને 2015માં 9 સપ્ટેમ્બરે તેમણએ તેમની પરદાદી ક્વીન વિક્ટોરિયાના સૌથી લાંબા શાસનકાળનું કીર્તિમાન તોડી દીધું. તે આજ સુધી બ્રિટન પર સૌથી વધુ સમય સુધી શાસન કરનારા ક્વીન છે.

ઈતિહાસના પાનામાં આજના દિવસને આ ઘટનાના કારણે પણ યાદ કરવામાં આવે છે...

·         1776- કોંગ્રેસે સત્તાવાર રીતે યૂનાઈટેડ કોલોનીથી બદલીને દેશનું નામ યૂનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે USA કરી દીધું હતું.

·         1828- જાણીતા રશિયન લેખક લિયો ટોલસ્ટોયનો જન્મ થયો

·         1945- પહેલા કોમ્પ્યુટર બગની શોધ થઈ

·         1948- USSRની મદદથી કિમ II- સંગે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા બનાવ્યું

·         1939- દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાજી સેના વર્સાય પહોંચી

·         1965- તિબેટ ચીનનું સ્વાયત્ત ક્ષેત્ર બન્યું

·         1967- યુગાંડા બ્રિટનથી આઝાદ થયું

·         1976- ચીનના માર્ક્સવાદી નેતા માઓ જેડોંગનું મોત થયું હતું. 1949માં કોમ્યુનિસ્ટ ટેકઓવર પછીની અવધિમાં તેમનું ચીન પર પ્રભુત્વ રહ્યું

·         1991- તજાકિસ્તાને સોવિયત સંઘ પાસેથી સ્વતંત્રતા મેળવી

·         1999- ભારતના મહેશ ભૂપતિ તથા જાપાનની આર્ક સુગિયામાની જોડીએ અમેરિકાન ઓપનનું મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યો

·         2004- પેલેસ્ટાઈનના વડાપ્રધાન અહમદ કુરેઈએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું

·         2005- બેઈજિંગ(ચીન) ખાતે છાઓયાંગ પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ.

·         2006- આંતરરાષ્ટ્રીય દબાણને ધ્યાનમાં રાખતા ઈઝરાયલે લેબનાનની આઠ સપ્તાહની નૌસૈનિક ઘેરાબંધી સમાપ્ત કરી.

·         2012- ઈસરોએ સતત 21 સફળ PSLV લોન્ચ પુરા કર્યા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post