• Home
  • News
  • ભાજપે કર્ણાટકમાં 189 ઉમેદવારની યાદી જાહેર કરી:જેમાં માત્ર 8 મહિલા અને 52 નવાં નામ; શેટ્ટારની નિરાશા અંગે પાર્ટીએ કહ્યું- તેમને મનાવી લઈશું
post

વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-12 19:31:52

બેંગલુરુ: ભાજપે મંગળવારે રાત્રે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં માત્ર 8 મહિલાઓ છે. સીએમ બસવરાજ બોમ્માઈ શિગગાંવથી ચૂંટણી લડશે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર તેમના પિતાના શિકારીપુરા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. હવે માત્ર 34 નામોની જાહેરાત થવાની બાકી છે. સીએમ બોમ્માઈએ કહ્યું- બીજી યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ તેમની પરંપરાગત ચિકમગલુર બેઠક પરથી ચૂંટણી લડશે. મંત્રી આર અશોકને બે બેઠકો પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ કનકપુરા અને પદ્મનાભનગર સીટ પરથી રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ચૂંટણી લડશે.

મંત્રી વી સોમન્ના પણ બે બેઠકો પર પોતાનું નસીબ અજમાવશે. વરુણા સીટ પરથી તેમનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે હશે. પાર્ટીએ તેમને ચામરાજનગરથી ટિકિટ પણ આપી છે. આરોગ્ય મંત્રી ડો.સુધાકર કે. મંત્રી ડૉ.અશ્વથનારાયણ સીએન મલ્લેશ્વરમ સીટ પરથી નસીબ અજમાવી રહ્યા છે.

ભાજપે OBCનાં 32, SCનાં 30, STનાં 16 ઉમેદવાર અને 5 વકીલોને ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે આ યાદી બહાર પાડી.

શેટ્ટારનું બળવાખોર વલણ
કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારનું વલણ બળવાખોર જોવા મળી રહ્યું છે. પાર્ટીએ તેમને ચૂંટણી ન લડવાની જાહેરાત કરવા કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેઓ ચૂંટણી લડવા માટે મક્કમ છે. જ્યારે મીડિયાએ આ અંગે સવાલ કર્યો ત્યારે પ્રધાને કહ્યું- પાર્ટી તેમને મનાવી લેશે.

સીએમ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે
અરુણ સિંહે કહ્યું કે સીએમ બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે. પહેલા અહીંથી જીત્યા છે. બાળાસાહેબ પાટીલ કાગવાડથી ચૂંટણી લડશે. ગોવિંદ કારજોલ મુદુલથી, શ્રીરામુલુ બેલ્લારીથી, મુર્ગેશ નિરાની બિલ્ગીથી ચૂંટણી લડશે. સીટી રવિને ચિકમગલુરથી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ઇશ્વરપ્પા નિવૃત્ત થયા
અગાઉ કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા ઈશ્વરપ્પાએ ચૂંટણીના રાજકારણમાંથી 'નિવૃત્તિ' લઈ લીધી છે. ઇશ્વરપ્પાએ મંગળવારે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માગે છે અને તેમને વિનંતી કરી હતી કે 10 મેની વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોઈપણ બેઠક પરથી મેદાનમાં ઉતારવાનું વિચારશો નહીં. ઇશ્વરપ્પાએ ચાર દાયકા સુધી પાર્ટીને મજબૂત કરવા માટે કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સાથે મળી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજેપી નેતૃત્વએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા જગદીશ શેટ્ટરને ચૂંટણી ન લડવા માટે કહ્યું છે, પરંતુ તેમણે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે.

ડીકે શિવકુમારની સામે આર. અશોક
રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ.સુધાકર ચિક્કાબલ્લાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. કર્ણાટકના મંત્રી આર અશોક પદ્મનાભનગર અને કનકપુરા એમ બે બેઠક પરથી ચૂંટણી લડશે. આર અશોક કનકપુરામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ચૂંટણી લડવાના છે. રાજ્ય મંત્રી ડૉ. અશ્વથનારાયણ સીએન મલ્લેશ્વરમ બેઠક પરથી ચૂંટણી લડશે. વી સોમન્ના વરુણથી ચૂંટણી લડશે, તેમને સિદ્ધારમૈયા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 34 નામોની યાદી હજુ બાકી છે. આગામી એક-બે દિવસમાં રિલીઝ થશે. જગદીશ શેટ્ટર અમારા મોટા નેતા છે, અમે તેમને મનાવી શકીશું. અમે તેની સાથે વાત કરી છે. અમે માનીએ છીએ કે તે અમારી સાથે હશે. ઈશ્ર્વરપ્પા અને જગદીશ શેટ્ટરની સીટ પર ટિકિટ હોલ્ડ રાખવામાં આવી છે.

વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો
કર્ણાટક બીજેપીના વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. તેમણે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. તેમણે કહ્યું- મેં બેંગલુરુમાં આયોજિત કર્ણાટક ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં મારા નિર્ણય વિશે જણાવ્યું હતું, પરંતુ પાર્ટીના નેતાઓ પ્રહલાદ જોશી, નલિન કુમાર કાતિલ અને અન્ય નેતાઓએ મારા નિર્ણયને નકારી કાઢ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post