• Home
  • News
  • ભાજપે સ્ટિંગ દ્વારા દિલ્હી સરકારનો ભાંડો ફોડ્યો:કેજરીવાલ-સિસોદિયાએ દારૂના કારોબારીઓ પાસેથી મોટી કમાણી કરી, દલાલી મેળવી રૂપિયા ઘરભેગા કર્યા
post

17 નવેમ્બર 2021ના ​​રોજ દારૂ માટેની નવી આબકારી નીતિના અમલીકરણ સુધી દિલ્હીમાં 849 દારૂની દુકાનો હતી. આ દુકાનોમાંથી 60% સરકારી અને 40% ખાનગી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-05 18:09:43

નવી દિલ્લી: ભાજપે સોમવારે એક સ્ટિંગ વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે નવી લીકર પોલિસીથી સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કમિશન મેળવીને મોટી કમાણી કરી છે. સ્ટિંગ જાહેર કર્યા બાદ ભાજપે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. સંબિત પાત્રાએ કહ્યું- અમે કેજરીવાલ અને સિસોદિયાને 5 સવાલ પૂછ્યા, પણ જવાબ મળ્યો નહીં. આ પછી અમે સ્ટિંગ દ્વારા તેમનો પર્દાફાશ કર્યો છે.

ભાજપે દાવો કર્યો હતો કે સ્ટિંગમાં દેખાતી વ્યક્તિ CBI દ્વારા એક્સાઇઝ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં 13 નંબરનો આરોપી શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે. આ વીડિયોના આધારે ભાજપે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં લીકર પોલિસી દ્વારા દલાલી લેવામાં આવી હતી.

નવી લીકર પોલિસીને કારણે થયેલી લૂંટનો આજે ઘટસ્ફોટ થયો
પાત્રાએ કહ્યું- "અમે જે બતાવવાના છીએ એમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થયું છે. જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે જુઓ, જો કોઈ ભ્રષ્ટાચાર કરે છે, તો તમે તેનું સ્ટિંગ કરી લેજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલો, અમે સત્ય બતાવીશું. નવી લીકર પોલિસીના કારણે જે લૂંટ મચાવી હતી એ આજે સામે આવી છે. પહેલી વાત તો એ છે કે 80% નફો દિલ્હીની જનતાના ખિસ્સામાંથી કાઢીને મનીષ સિસોદિયા અને કેજરીવાલે દલાલી મારફત પોતાના ખિસ્સામાં નાખ્યો છે.

બીજી વાત એ છે કે તેમણે તેમનું કમિશન લઈ લીધું અને પછી કેજરીવાલ અને સિસાદિયાએ કોન્ટ્રેક્ટરોને, પોતાના મિત્રોને એવી છૂટ આપી કે દિલ્હીના લોકો સાથે જે કરવું હોય એ કરો. ત્રીજી વાત એ છે કે બ્લેક લિસ્ટેડ કંપનીઓને બોલાવી-બોલાવીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. ચોથી મોટી વાત એ છે કે આખા મામલામાં કેજરીવાલ અને સિસોદિયાને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ભાજપે કહ્યું- AAP ના તો પાડે કે આ વીડિયો તેમનો નથી
ભાજપે કહ્યું હતું કે સિસોદિયાએ આમાંથી ઘણી કમાણી કરી છે. કેજરીવાલ અને સિસોદિયાના મિત્રોને આનો ફાયદો થયો છે. સિસોદિયાને બરતરફ કરવા જોઈએ. આ સ્ટિંગ ઓપરેશન પબ્લિક ડોમેનમાં છે. કમિશનને કારણે આવકનું મોટું નુકસાન થયું હોવાના પુરાવા છે. નવી લીકર પોલિસી દ્વારા ભારે લૂંટ કરવામાં આવી હતી. દિલ્હીની જનતા હવે જાતે જ નક્કી કરે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી. તેઓ ના તો પાડે કે આ વીડિયો તેમનો નથી.

દિલ્હીની જૂની લીકર પોલિસીમાં 60% દુકાનો સરકારી હતી

દિલ્હીમાં જૂની પોલિસી હેઠળ, છૂટક વિક્રેતાઓને L1 અને L10 લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં. તેમની પાસે L1 દુકાનો DDA માન્ય બજાર, સ્થાનિક શોપિંગ કેન્દ્રો, જિલ્લા કેન્દ્રો અને સમુદાય કેન્દ્રોમાં ચાલતી હતી.

L1 અને L10 લાઇસન્સ 2003થી કાર્યરત છે. L10 વાઇન શોપ લાઇસન્સ શોપિંગ મોલ્સ માટે હતા. દર વર્ષે વેન્ડર લાઇસન્સ રિન્યુ માટે ફી ચૂકવે છે. હોલસેલ માટે એક નિશ્ચિત કિંમત હતી અને બિલિંગ રકમ પર વેટ વસૂલવામાં આવતો હતો.

17 નવેમ્બર 2021ના ​​રોજ દારૂ માટેની નવી આબકારી નીતિના અમલીકરણ સુધી દિલ્હીમાં 849 દારૂની દુકાનો હતી. આ દુકાનોમાંથી 60% સરકારી અને 40% ખાનગી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post