• Home
  • News
  • ભાજપે 4 રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા:તેલંગાણામાં જી. કિશન રેડ્ડી અને કોંગ્રેસમાંથી આવેલા સુનીલ જાખડ પંજાબ સંભાળશે
post

PMએ મંત્રીઓને કહ્યું- બાકીનું કામ જલદી પૂરું કરો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 17:39:01

દેશનાં 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે 4 રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે.

પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડમાં પ્રદેશ અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવેલા સુનીલ જાખડને પંજાબમાં, ડી. પુરંદેશ્વરીને આંધ્રમાં, જી. કિશન રેડ્ડીને તેલંગાણામાં અને બાબુલાલ મરાંડીને ઝારખંડમાં અધ્યક્ષ બનાવાયા છે.

સોમવારે PM નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં કેબિનેટ મંત્રીઓ સાથે પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

PM મોદીએ એક દિવસ પહેલાં 5 કલાક બેઠક કરી હતી

PM નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં કેબિનેટના મંત્રીઓ સાથે પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. તેમણે મજાકમાં પણ કહ્યું હતું કે જો જનતાની સેવા કરવાનો સંકલ્પ હોય તો એને પૂરો કરવા માટે કોઈ પદની જરૂર નથી.

PMએ મંત્રીઓને કહ્યું- બાકીનું કામ જલદી પૂરું કરો
આ બેઠકમાં છેલ્લાં ચાર વર્ષમાં વિવિધ મંત્રાલયોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય ચૂંટણીને આડે એક વર્ષથી ઓછો સમય બાકી છે. એટલા માટે વડાપ્રધાને તેમના મંત્રીઓને બાકીનાં કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદીએ વિવિધ મંત્રાલયોની કામગીરી પર ખુશી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની સફળતા પર તેમણે કહ્યું હતું કે એની પાછળનું સાચું કારણ એ છે કે ભાજપે દાયકાઓથી લોકો જે ઉપેક્ષાથી પીડાતા હતા એને દૂર કરી છે. તમારે ભવિષ્યમાં પણ આવું જ કરવાનું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post