• Home
  • News
  • કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 4 બેઠક પર જંગ
post

4 બેઠક માટે 5 ઉમેદવાર, જીતવા માટે બંને પક્ષો ધારાસભ્યો સાચવવામાં લાગી જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 11:24:51

ગાંધીનગર: કોરોનાના મહામારી વચ્ચે ગુજરાત સામાન્ય જનતા માટે અનલોક થતાં જ રાજકારણ પણ અનલોક થઈ ગયું છે અને ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી જે મુલત્વી રાખવામાં આવી હતી તે 19 જૂનના રોજ યોજાવાની જાહેરાત કરીને રાજકીય હલચલ ઊભી કરી દીધી છે. કોરોનાના ડર વચ્ચે યોજાનારી આ ચૂંટણીમાં પણ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે થશે, ખાસ કરીને ભાજપના બે ધારાસભ્યો હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે ત્યારે આ ધારાસભ્યો જો ક્વોરન્ટીન થાય તો એમના મતદાન ની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે.


પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામાં આપ્યા
ગુજરાતમાં પણ ચાર બેઠકોનો સમાવેશ થાય છે અને આ માટે ભાજપના ત્રણ તથા કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચેના જંગમાં 19ના રોજ મતદાન અને મત ગણતરી પણ યોજાશે અને રાજ્યમાં જે રીતે ધારાસભ્યોની સ્થિતિ છે, તે મુજબ ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠકો આસાનીથી જીતી શકે તેમ હતા, પણ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની બેઠકો 99થી વધારીને 103 સુધી પહોંચાડી છે. અગાઉ રાજ્યસભાની આ ચૂંટણી જાહેર થઈ તે દરમિયાન કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી બેઠકો ખાલી કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. પણ આ પાંચ હજુ ભાજપમાં સામેલ થયા નથી. જે આગામી એક-બે દિવસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાજપનો ખેસ પહેરી લેશે.


દરેક ઉમેદવારે પ્રથમ પસંદગી માટે 35 મતો જરૂરી
હાલની સ્થિતિમાં ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે અને રાજ્યસભામાં જીતવા માટે દરેક ઉમેદવારે પ્રથમ પસંદગીના 35 મતો જરૂરી બને છે. રાજ્યની 182માંથી 7 બેઠકો ખાલી છે. જેની 175 બેઠકોમાં ભાજપ 103 ધરાવે જે પ્રથમ પસંદગીના 105 મતોમાં બે ઘટે છે.


કોંગ્રેસની BTPના બે અને એક અપક્ષ વોટ પર મીટ
કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે જેને બે બેઠકો જીતવા 70 મતો જરૂરી છે. આમ તેના માટે મતો જરૂરી છે. કોંગ્રેસને અપક્ષ જીજ્ઞેશ મેવાણી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 2 કુલ ત્રણ મતોની આશા છે. પણ છોટુ વસાવા જેઓ પિતા-પુત્ર બન્ને ધારાસભ્ય છે. તેઓનું વલણ અકળ છે. ભાજપે એનસીપીના કુતિયાણાના ધારાસભ્યનો મત અંકે કરી 1 મતની રમતમાં હવે સરસાઈ મેળવવાનો પ્રયાસ કરશે.


ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે જંગ
ભાજપના પ્રમુખ સહિતના તમામ નેતાઓ વધારાની એક બેઠક મેળવવા સક્રિય થઈ ગયા છે,  19ની રાજ્યસભાની ચૂંટણી માં જે પાંચ ઉમેદવારો છે. તેમાં ભાજપના અભય ભારદ્વાજ, રમિલા બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર અને મુળ કોંગ્રેસી નરહરી અમીન છે. તો કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ છે. આ સંજોગોમાં ફરી એકવાર ધારાસભ્યોને સાચવવાની અને ચૂંટણી જીતવા માટેની ભાજપ-કોંગ્રેસની લડાઈ શરૂ થઈ જશે.

adv

Related News

post
post
post
post
post
post
post