• Home
  • News
  • સુરતની મજૂરા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવી જતાં એકબીજાને શુભકામના પાઠવી
post

પ્રતિસ્પર્ધીમાં સામસામે નારે બાજી જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 18:23:01

સુરત: સુરતમાં મજુરા વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે સામે આવી ગયા હતા. બીજેપીના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. ત્યારે તેઓ સામ સામે આવ્યા હતા. બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી.

ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા
રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી. આવો જ એક માહોલ સુરતમાં જોવા મળ્યો હતો. આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા હતા. ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત ઉમેદવારી ભરવા પહોંચ્યા હતા.જોકે બંને ઉમેદવાર પોતાની રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે આ બંને ઉમેદવાર સામસામે આવી ગયા હતા.ત્યારે આ વખતે એકબીજા સામે નારી બાજી નહીં પરંતુ મૈત્રી ભાવ જોવા મળ્યો હતો.

ભાજપ કોંગ્રેસના ઉમેદવારે એકબીજાને પાઠવી શુભેચ્છા
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને તેમની સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન અનાયાસે આમને સામને ભેગા થઈ ગયા હતા. દરમ્યાન સુરતમાં એક અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું. બીજેપીના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સામસામે આવી જતા બંને ઉમેદવારો એકબીજાને ગળે મળ્યા હતા. ઉપરાંત બંને ઉમેદવારોએ એકબીજાને શુભેચ્છા આપી હતી.

પ્રતિસ્પર્ધીમાં સામસામે નારે બાજી જોવા મળે છે
સામાન્ય સંજોગોમાં રાજકારણમાં કોઈપણ પક્ષના ઉમેદવારો અને તેના સમર્થકો ની સામે તેના વિરોધી પક્ષના ઉમેદવારો કે સમર્થકો સાથે હર હંમેશ આપણે એકબીજાની ખેંચતાણ અને નારેબાજી થતા જોઈ છે.એકબીજાની સરકારના અને નેતાઓનાસામસામે વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ અહીં ચિત્ર આખું ઊલટું જ જોવા મળ્યું હતું. હર્ષ સંઘવી અને તેની સામેના પતિસ્પર્ધી કોંગ્રેસ ઉમેદવાર બળવંત જૈન સામસામે ભેગા થઈ જતા મૈત્રી ભાવ સામે આવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post