• Home
  • News
  • ભાજપ ભગવાનના નામે રાજનીતિ કરે અને આપ તે નીતિ અપનાવે છે : CM ગેહલોત
post

ગુજરાત રાજ્યમાં આદર્શ ગામ, સ્માર્ટ સીટી ક્યાં છે ?

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 19:04:23

વડોદરા: વિધાનસભા ચૂંટણીના પગલે રાજ્યમાં ભારે રાજકીય ચહલ પહલ જોવા મળી રહી છે. પોતાના પક્ષને બને તેટલી વધુ બેઠકો મળે તે માટે રાજકીય દિગ્ગજો દોડધામ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતએ વડોદરામાં પત્રકાર પરિષદ સંબોધી શાસક પક્ષ નિષ્ફળ રહ્યાના આક્ષેપ સાથે રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રણ લીધો હતો. જ્યારે આપ પક્ષને ભાજપનો મિત્ર ગણાવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.

પત્રકારો સાથેની વાર્તાલાપમાં અશોક ગેહલોતએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની તારીખનું એનાઉન્સમેન્ટ રાખ્યું છે . ગુજરાત રાજ્ય કોરોનામાં ભાજપ સરકારના કારણે બદનામ થયું છે. ખોટા આંકડા, અવ્યવસ્થા અને અસંખ્ય મોત સહિત અનેક સવાલો છે. ભાજપની ગૌરવ યાત્રાનો લોકો વિરોધ કરે છે. અમે સરકાર બનાવી  ભાજપના શાસનનો અંત લાવીશું. ભાજપ લોકતંત્રની ધજીયા ઉડાવી રહ્યું છે. કેમ્પઈન માટે કોંગ્રેસ બદલાની ભાવના રાખતું નથી. હાલ રાજ્યમાં મોંઘવારી બેરોજગારી વચ્ચે યુવાનો દુઃખી છે.

અગાઉની સરખામણીએ રાજ્યની પરિસ્થિતિ ડામાડોળ નજરે ચડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રિકવેસ્ટ છે કે રાજસ્થાનની માફક સમગ્ર દેશમાં લોકો માટે 10 લાખની વીમાં પોલિસી અમલી બનાવે. અમે ચૂંટણી દરમિયાન કરેલા દાવા પૂર્ણ કરીએ છીએ. જ્યારે ભાજપ આદર્શ ગામ,સ્માર્ટ સીટીની વાતો કરે છે પરંતુ વાસ્તવમાં ઠેકાણા નથી.આમ આદમી અમારી હરીફની લિસ્ટમાં પણ નથી. દિલ્લી વાળા મોદીના દોસ્ત છે. પંજાબમાં શુ થઈ રહ્યું છે તે સહુ કોઈ જાણે છે. તેમને  મત માંગવાનો નૈતિક અધિકાર પણ નથી.

ભાજપના શાસનમાં વિકાસ અત્યારે પણ ગાંડો છે. કારણ કે દેખાતો નથી.કોંગ્રેસ મુક્તની વાતો કરવા વાળા ખુદ મુક્ત થઈ જશે . હવે જનતા સમજદાર બની છે. લોકાર્પણ ઉદ્ઘાટનના નામે ખોટા પ્રચાર પ્રસાર ઉપર વિશ્વાસ નહીં મૂકે .ભાજપ ભગવાનના નામે રાજનીતિ કરે છે અને આપ તે નીતિ અપનાવે છે. ભાજપે તાજેતરમાં ખેડૂતો માટે જાહેર કરેલ પેકેજ ચૂંટણી લક્ષી છે

રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય ઓબ્ઝર્વર અશોક ગેહલોત તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રઘુ શર્મા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવકતા આલોક શર્મા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરા શહેર વિપક્ષી નેતા અમી રાવત, કાઉન્સિલર સહિતના હોદ્દેદારો આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post