• Home
  • News
  • એક મહિનામાં ફેસબુક પર 2 કરોડની ચૂંટણી જાહેરાત, પ્રચારના છેલ્લા સપ્તાહમાં ભાજપે સૌથી વધારે 24.05 લાખ ખર્ચ કર્યા
post

7 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ફેસબુક પર AAPએ સૌથી વધારે 46.88 લાખનો ખર્ચ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 10:59:44

નવી દિલ્હીછેલ્લા એક મહિનામાં દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ફેસબુક પર ચૂંટણી જાહેરાત માટે રૂ. 1.99 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાંથી 46 ટકા એટલેકે 92.16 લાખ રૂપિયા આમ આદમી પાર્ટી, દિલ્હી ભાજપ અને દિલ્હી કોંગ્રેસના ફેસબુક પેજ માટે ખર્ચ કરવામાં આવ્યા છે. માહિતી ફેસબુકની એડ લાઈબ્રેરી રિપોર્ટ સામે આવ્યો છે. ખર્ચ 7 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે થયો હતો.

રિપોર્ટ પ્રમાણે ચૂંટણી મામલે ખર્ચ કરવાના મામલે આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. તેમણે 46.88 લાખ રૂપિયા જાહેરાત માટે ખર્ચ કર્યા છે. બીજા નંબરે દિલ્હી ભાજપ અને ત્રીજા નંબર પર દિલ્હી કોંગ્રેસ રહી હતી. જોકે ચૂંટણી પ્રચારના છેલ્લા સપ્તાહમાં અને છેલ્લા દિવસે ભાજપે સૌથી વધારે જાહેરાત માટે ખર્ચ કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે 6 ફેબ્રુઆરીએ ભાજપને 4.36 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. જ્યારે છેલ્લા સપ્તાહમાં તેમણે જાહેરાતો પર 24.05 લાખનો ખર્ચ કર્યો છે. પ્રચાર પૂરો થયા પછી પાર્ટીઓના ઓફિશિયલ પેજથી તો કોઈ ચૂંટણી જાહેરાત આપવામાં આવી નથી. પરંતુ તેમના સમર્થક પેજ પરથી જાહેરાતો આપવામાં આવી છે.

પેજ

ખર્ચ (રૂપિયામાં)

AAP

46,88,255

દિલ્હી ભાજપ

31,61,780

માય દિલ્હી-માય પ્રાઈડ(AAP સમર્થક)

14,73,088

દિલ્હી કોંગ્રેસ

13,67,039

લગે રહો કેજરીવાલ(AAP સમર્થક)

11,90,143

મૈં હું દિલ્હી(ભાજપ સમર્થક)

3,99,694

રાઘવ ચડ્ઢા(AAP ઉમેદવાર)

3,12,128

ધરમપાલ લકરા(AAP ઉમેદવાર)

2,50,106

કૈલાશ ગેહલોત(AAP ઉમેદવાર )

2,72,738

રામવીર સિંહ બિઘૂડી(ભાજપ ઉમેદવાર)

2,21,458

છેલ્લા સપ્તાહમાં 78 લાખ રૂપિયાથી વધારે ખર્ચ
દિલ્હીમાં 7 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે ફેસબુક પર રૂ. 1.99 કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી પરંતુ છેલ્લા સપ્તાહમાં એટલે કે 2થી 8 ફેબ્રુઆરી દરમિયાન 78 લાખથી વધારે ચૂંટણી જાહેરાતમાં ખર્ચ કરવામાં આવ્યા છે. કુલ ચૂંટણી જાહેરાતમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ રહી હતી પરંતુ દિલ્હી ભાજપે છેલ્લા સપ્તાહમાં સૌથી વધારે ખર્ચ કર્યો હતો. દિલ્હી ભાજપે ફેસબુક પેજમાં 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી 24.05 લાખ રૂપિયાની જાહેરાત આપી છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ 6.05 લાખ અને દિલ્હી કોંગ્રેસે 2.2 લાખ રૂપિયાની જાહેરાત આપી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post