• Home
  • News
  • મહિલા સાથે ઉદ્ધત વર્તન કરનાર બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીની મેરઠથી ધરપકડ
post

શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:34:50

નોઈડા: નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી  (Grand Omaxe Society)માં મહિલા સાથે ગેરવર્તણૂક કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગી (Srikant Tyagi)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગી સાથે પોલીસે 3 લોકોની મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો. આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે શ્રીકાંત ત્યાગી સતત પત્ની અને વકીલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના કારણે જ પોલીસને તેના લોકેશનની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસે મેરઠથી તેની ધરપકડ કરી છે. 

પોલીસે ત્યાગીની પત્નીને કસ્ટડીમાં લીધી હતી

પોલીસે મંગળવારે તેની પત્નીને બીજી વખત કસ્ટડીમાં લીધી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ ત્યાગીની પત્નીને કસ્ટડીમાં લઈ 24 કલાક સુધી પૂછપરછ કરી હતી. 

25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું

આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું. આરોપીને શોધવા માટે નોઈડા પોલીસની 8 ટીમો 3 રાજ્યમાં તેને શોધી રહી હતી. સોમવારે સોસાયટીમાં તેમના મકાનમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આરોપીઓ પર દબાણ લાવવા માટે GST ટીમે ભાંગેલમાં તેની દુકાનો પર પણ દરોડા પાડ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post