• Home
  • News
  • BJP સાંસદે કહ્યું- 'દારૂ પીવો, ગુટકા ખાઓ'...:જનાર્દન મિશ્રા એકવાર ફરી ચર્ચામાં આવ્યા, કહ્યું- 'થિનર સૂંઘો, પણ પાણીનો ટેક્સ ભરો'
post

9 મહિના પહેલાં કહ્યું હતું કે ગંદકી ફેલાવનારાઓને ફાંસી આપવામાં આવેઃ સાંસદ જનાર્દન

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-08 20:04:08

પાણીનું મહત્ત્વ સમજાવતાં ભાજપના સાંસદે નશાના સેવનની પરવાનગી આપી અને કહ્યું-'કોઈપણ નશો કરો, પરંતુ બધા ખર્ચાઓમાં ઘટાડો કરી પાણીનો વેરો જરૂર ભરજો. આપણે પાણીનું મહત્ત્વ સમજવું જોઈએ.'

મધ્યપ્રદેશના રીવાના BJP સાંસદ જનાર્દન મિશ્રા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. સાંસદે કહ્યું- વીજળી બિલ માફ થઈ શકે છે. મફતમાં રાશન પણ લઈ લો. સરકાર ચૂંટણીના સમયે મોટા-મોટા વાયદા કરે છે, જો કોઈ મફતમાં પાણીની વાત કરે તો ના માનતા.

સાંસદ આટલેથી રોકાતા નથી. તેમણે કહ્યું- ભલે દારૂ પીવો, ગુટકા ખાઓ, આયોડેક્સ ખાઓ અને ભલે થિનર સૂંઘો, પરંતુ પાણીનો ટેક્સ ભરવો પડશે. બધા ખર્ચાઓમાં ઘટાડો કરી પાણીનો ટેક્સ ભરવો જોઈએ. સાંસદ રવિવારે જલ જીવન મિશન અંતર્ગત આયોજિત જળ સંરક્ષણ અને પ્રમોશન વર્કશોપને સંબોધિત કરી રહ્યા હતા. હેલ્થ એન્જિનિયરિંગ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કહ્યું-પાણીનું મહત્ત્વ સમજવું જોઈએ
સાંસદે કહ્યું- કોઈ સરકાર કહે કે પાણીનો ટેક્સ માફ કરીશું, પરંતુ આપણે પાણીનો ટેક્સ ભરવો છે, કારણ કે પાણીના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. આવામાં પાણીની ઉપયોગીતા સમજવી જરૂરી છે. નદીનાળાં સુકાઈ રહ્યાં છે. ધરતી પર પાણી બચ્યું નથી. આપણે પાણીનો વેડફાટ કરી રહ્યા છે.

દરેક વ્યક્તિને ઘરમાં પીવાનું સ્વચ્છ પાણી મળે. આના માટે સરકારે 'હર ઘર જલ' યોજના બનાવી છે. એમાં સહયોગ કરવો જોઈએ. પાણી સમિતિઓ બનાવીને પાણીવેરો ભરવો જોઈએ, તો જ યોજના સફળ થશે.

'હર ઘર જલ' યોજના શું છે?
'
હર ઘર જલ' એ કેન્દ્ર સરકારની યોજના છે. 2019ના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી આ યોજના રાજ્યોની ભાગીદારીમાં લાગુ કરવામાં આવી છે. 'જલ જીવન મિશન' હેઠળની 'હર ઘર જલ' યોજનાનો ઉદ્દેશ 2024 સુધીમાં ગ્રામીણ ભારતના તમામ પરિવારોને ઘરના નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

9 મહિના પહેલાં કહ્યું હતું કે ગંદકી ફેલાવનારાઓને ફાંસી આપવામાં આવેઃ સાંસદ જનાર્દન
સાંસદ જનાર્દન મિશ્રાએ 9 મહિના પહેલાં કહ્યું હતું - સરકાર અને સ્વચ્છતાના કામમાં અવરોધ ઊભો કરનારાઓને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. આવા લોકોને જીવવાનો કોઈ અધિકાર નથી. ઈન્દોરમાં ગોબર ધન સીએનજી પ્લાન્ટના વર્ચ્યુઅલ પ્રોગ્રામ પછી તેમણે રીવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પીએમ આવાસના લાભાર્થીઓને ઘરની ચાવીઓના વિતરણમાં ભાગ લીધો હતો. લાભાર્થીઓને વડા પ્રધાનના આવાસની ચાવીઓ સોંપતાં મિશ્રાએ કહ્યું- એકલા મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકાર, સાંસદ અથવા ધારાસભ્યના આધારે સ્વચ્છતા કરી શકાતી નથી. થોડા દિવસો પહેલાં રીવામાં ડસ્ટબિન સળગાવવામાં આવ્યાં હતાં. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post