• Home
  • News
  • 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ યુપીમાં 75 બેઠકો જીતશેઃ યોગી આદિત્યનાથનો દાવો
post

તેમણે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં જીતના સપનાને સાકાર કરવા માટે અત્યારથી જ પ્રયાસો કરવા પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:19:30

નવી દિલ્હી: યુપીમાં સતત બીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચનારા યોગી આદિત્યનાથે હવે દાવો કર્યો છે કે, 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ યુપીમાં 75 બેઠકો જીતશે.તેમણે કહ્યુ હતુ કે, જીત માટે અત્યારથી કામ કરવુ પડશે.ભાજપની વર્કિંગ કમિટિની બેઠકમાં હાજર રહેલા યોગીએ પીએમ મોદીને વડાપ્રધાન તરીકે આઠ વર્ષ પૂરા કરવા પર અભિનંદન આપતા કહ્યુ હતુ કે, પરિવારના દરેક સભ્યને નોકરી આપવાની યોજના પર કામ થઈ રહ્યુ છે.ભાજપના કાર્યકરોએ સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવી પડશે.

તેમણે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં જીતના સપનાને સાકાર કરવા માટે અત્યારથી જ પ્રયાસો કરવા પડશે.કોરોનાકાળમાં રાજ્ય અને કેન્દ્ર દ્વારા જે યોજનાઓ લાગુ કરાઈ હતી તેનો ફાયદો લોકોને મળ્યો છે અને ભાજપને ચૂંટણીમાં તેનો લાભ મળ્યો છે.2024 માટે અત્યારથી જ ગ્રાઉન્ડ વર્ક કરવુ પડશે. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં લાઉડસ્પીકરો અરાજકતા અને તનાવનુ કારણ બનતા હતા.હવે ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકરો ઉતારવામાં આવી રહ્યા છે અથવા તો તેનો અવાજ મર્યાદિત કરી દેવાયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post