• Home
  • News
  • BMCના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનરે પાણીના બદલે ભૂલમાં પી લીધું સેનેટાઈઝર, વીડિયો સામે આવ્યો
post

થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-04 09:59:40

મુંબઈ: મહાનગરપાલિકાના જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર બુધવારે એજ્યુકેશન બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે આવી ભૂલ થઈ હતી. જોઇન્ટ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવાર આજે સિવિક બૉડીનું એજ્યુકેશન બજેટ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને તરસ લાગતા પાસે પડેલી બોટલ ઉઠાવી અને પાણી સમજી પી ગયા હતા. જો કે, ક્ષણવારમાં જ તેમને સ્ફુરણા થઈ કે જેને તેઓ પાણી સમજી પી રહ્યા છે તે સેનેટાઈઝર છે.મહત્વનું છે કે આ દરમિયાન પાછળ ઉભેલા લોકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી રમેશ પવાર સેનેટાઈઝરના ઘૂંટડા પી ગયા હતા. આ પછી તેઓ ત્યાંથી ઊભા થઇને બહાર ગયા અને થોડીવાર પછી મોં ધોઈને પાછા આવ્યા હતા. મળતી માહિતી મુજબ રમેશ પવાર અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

આવી ભૂલ કેમ થઈ?
ઘટના સ્થળે હાજર લોકોએ કહ્યું હતું કે બેઠક દરમિયાન ટેબલ ઉપર બે બોટલ રાખી હતી. એક સેનિટાઈઝરની અને બીજી પાણીની. બન્ને બોટલ એક જેવી જ હતી. કમિશનર રમેશ પવારે ભૂલમાં પાણીને બદલે સેનિટાઈઝરની બોટલ ઉઠાવી લીધી હતી અને પી પણ લીધી. આ ઘટના પછી બેઠક થોડો સમય અટકી ગઈ હતી.

થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવાયા હતા
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવવામાં આવ્યા હતા. બાળકોને ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. આ કેસમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા કાર્યકર્તા સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post