• Home
  • News
  • કનિકા કપૂરની પાર્ટીમાં વસુંધરા રાજે તથા તેમનો દીકરો દુષ્યંત હાજર હતાં
post

જ્યારે હું આવી ત્યારે સ્કેનિંગ્સ કરવામાં આવ્યું હતું અને કોઈ જ વાંધો નહોતો આવ્યો : કનિકા કપૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 17:17:06

મુંબઈ: બોલિવૂડ સિંગર કનિકા કપૂરને કોરોનવાઈરસ થયો છે. ભારતમાં કનિકા કપૂર પહેલી સેલિબ્રિટી છે, જેને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો. કનિકાને લખનઉની કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. લંડનથી આવ્યા બાદ તે લખનઉમાં રોકાઈ હતી અને પછી તાજ હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં હાજર રહી હતી. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે તથા તેમનો દીકરો ભાજપા સાંસદ દુષ્યંત સિંહ પણ હાજર હતાં. હવે સ્વાસ્થ્ય વિભાગ પાર્ટીમાં સામેલ તામમ લોકોની માહિતી ભેગી કરી રહ્યું છે. તમામના ટેસ્ટ કરવામાં આવશે અને જો આમાંથી કોઈનામાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તો તેમને અલગ રાખવામાં આવશે.

કનિકાએ પાર્ટી આપી કે નહીં ત્રણ નિવેદનોઃ
1.
તંત્રે કહ્યું, કનિકા ચાર પાર્ટીમાં સામેલ થઈ
વાતચીતમાં લખનઉ પ્રશાસને કહ્યું હતું કે જ્યારે વિદેશથી પરત આવેલા લોકોની તપાસનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું તો કનિકાનું થર્મલ ટેસ્ટિંગ થયું નહોતું. ત્યારબાદ સ્વાસ્થ્ય વિભાગે કનિકાના ઘરે જઈને સેમ્પલ લીધું હતું, જે પોઝિટિવ આવ્યું હતું.

પહેલી પાર્ટીઃ કનિકા લખનઉમાં તાજ હોટલમાં રોકાઈ હતી. 14 માર્ચે ચેકઈન કર્યું, 16 માર્ચે ચેકઆઉટ કર્યું. અહીંયા એક પાર્ટી યોજાઈ હતી. સૂત્રોના મતે, આ પાર્ટી કોંગ્રેસના પૂર્વ સાંસદ જિતિન પ્રસાદના સસરા આદેશ સેઠે આપી હતી. આ પાર્ટીમાં જિતિન પ્રસાદ, રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે, તેમનો દીકરો તથા ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, યુપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહ તથા તેમના પત્ની, લોકાયુક્ત સંજય મિશ્રા સહિતના હાઈપ્રોફાઈલ લોકો સામેલ હતાં.

બીજી પાર્ટીઃ કનિકાએ લખનઉમાં ગેલેન્ટ અપાર્ટમેન્ટમાં એક પાર્ટી આપી હતી. અહીંયા 125 લોકો સામેલ થયા હતાં.

ત્રીજી પાર્ટીઃ શાલીમાર ગ્રાન્ડ અપાર્ટમેન્ટમાં એક પાર્ટી થઈ, જેમાં કનિકા હાજર રહી હતી.

ચોથી પાર્ટીઃ લોકાયુક્ત સંજય મિશ્રાએ લખનઉમાં ગુલિસ્તા કોલોનીમાં પાર્ટી આપી હતી, જેમાં કનિકા હતી.

કનિકા કાનપુર પણ ગઈ હતી
કનિકા 13 તથા 14 માર્ચે કાનપુરમાં પોતાના મામા વિપુલ ટંડનના ઘરે રોકાઈ હતી. તે કલ્પના અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 2માં રહે છે.

 

2. પિતાએ સ્વીકાર્યું, કનિકા ત્રણથી ચાર પાર્ટીમાં સામેલ થઈ હતી
પિતા રાજીવ કપૂરે વાતચીતમાં કહ્યું હતું, કનિકા 11 માર્ચે લખનઉ આવી હતી. 12થી 14 માર્ચની વચ્ચે તેણે ત્રણથી ચાર પાર્ટીમાં સામેલ થી હતી. છેલ્લાં બે-ત્રણ દિવસથી તેને તાવ હતો. ડોક્ટર્સ સાથે વાત કરી અને ટેસ્ટ કરાવ્યો. ત્યારબાદ ખબર પડી કે કનિકા પોઝિટિવ છે. હવે પૂરા પરિવારનો ટેસ્ટ કરાવવામાં આવશે. કનિકા એરપોર્ટ પરથી છુપાઈને આવી તે વાત ખોટી છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગ થયું ત્યારે કનિકા ઠીક હતી.

3. કનિકાએ કહ્યું, કોઈ પાર્ટી એટેન્ડ કરી નથી

વાતચીતમાં કનિકા કપૂરે કહ્યું હતું, હું લંડનમાં રહું છું અને ભારતમાં કામ કરું છું. મારે ત્રણ બાળકો છે, જે લંડનમાં ભણે છે અને દર મહિને 10 દિવસ માટે હું લડન તેમને મળવા જાઉં છું. લંડનમાં ફેબ્રુઆરી એન્ડથી 9 માર્ચ સુધી હું લંડનમાં બાળકો સાથે હતી. કામ માટે હું ભારત પરત ફરી હતી. અહીંયા બધું જ બંધ હતું અને તેથી જ મારા પેરેન્ટ્સના ઘરે આવી ગઈ, જે લખનઉમાં છે. મેં કોઈ પણ પ્રકારની પાર્ટી હોસ્ટ કરી નથી. અત્યારે કોણ મારી પાર્ટીમાં આવશે? આ પાર્ટી કરવાનો યોગ્ય સમય નથી, જેટલા પણ પાર્ટીને લઈ ન્યૂઝ આવ્યા છે, તે તમામ ખોટાં છે. હું મૂર્ખ નથી. લખઉનમાં મારા પેરેન્ટ્સ સાથે દાદી સાથે રહેતી હતી. જ્યારે હું આવી ત્યારે સ્કેનિંગ્સ કરવામાં આવ્યું હતું અને કોઈ જ વાંધો નહોતો આવ્યો.

વધુમાં કનિકા કપૂરે કહ્યું હતું, મને છેલ્લાં ચાર દિવસથી તાવ આવતો હતો અને ખાંસી થઈ હતી. મેં જેટલી પણ હેલ્પલાઈન હતી, તમામ પર ફોન કરીને મારો ટેસ્ટ કરવા માટે કહ્યું હતું. જોકે, છેલ્લાં બે દિવસથી તેઓ એમ જ કહેતા હતાં કે મારે ટેસ્ટની જરૂર નથી. કોરોનાવાઈરસના લક્ષણ નથી. આથી તમે 14 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટાઈન રહો. હું ચાર દિવસથી મારા રૂમની બહાર નીકળી નથી. મેં સીએઓમને પ્રેશરાઈઝ કરીને મારો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો. અત્યારે હું હોસ્પિટલમાં છે. મને બહુ જ માઈલ્ડ વાઈરસ થયો છે. મને હોસ્પિટલ ટૂંક સમયમાં જ આઈસોલેશન માટે મોકલી શકે છે. હું કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ નથી. મેં કોઈ પાર્ટી હોસ્ટ નથી કરી અને ના હું કોઈ પાર્ટીમાં ગઈ છું. હાલમાં મારી તબિયત સારી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post