• Home
  • News
  • દીપિકા-રણબીરના સંબંધો પણ કંગનાની બહેને કરી અશ્લીલ કોમેન્ટ
post

દીપિકા પાદુકોણ અનેક વાર મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન જેવા વિષયો પર ખુલીને વાત કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-11 13:15:52

દીપિકા પાદુકોણ અનેક વાર મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન જેવા વિષયો પર ખુલીને વાત કરે છે. પણ હાલમાં જ દીપિકા પાદુકોણના એક ઇન્ટરવ્યૂમાં કંગના રનૌતની બહેન અને પબ્લિસિટી મેનેજર રંગોલી ચંદેલ કંઇક એવી ભડકી કે તેણે અશ્લીલ કમેન્ટ જ કરી દીધી. અને સાથે જ દીપિકા અને રણબીરના સંબંધો અંગે પણ ધણું કહ્યું. ઉલ્લેખનીય છે કે મેન્ટલ હેલ્થ પર દીપિકા પાદુકોણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે કંગના અને રાજકુમારની ફિલ્મ "જજમેન્ટ હૈ ક્યાં" વિષે ટિપ્પણી કરી હતી. જે પછી રંગોલીએ દીપિકા પર એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા.

ઉલ્લેખનીય છે કે મેન્ટલ હેલ્થના દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે કહ્યું કે "ભારતમાં હાલ આપણે એક તેવા સ્તરે છીએ જ્યાં માનસિક સ્વાસ્થય અને તેના સાથે જોડાયેલી સમસ્યા પર આપણી સમજ અને જાગરુતતા ઓછી છે." વધુમાં તેણે કહ્યું કે આપણે વધુ ધ્યાન રાખવાની જરૂર છે "મેન્ટલ હૈ ક્યાં" જેવી ફિલ્મો કે તેના કોઇ પોસ્ટર રિલીઝ કરો છો તો તે પ્રતિ વધુ સંવેદનશીલ થવાની જરૂર છે."

રંગોલીએ દીપિકાની આ જ ટિપ્પણી પર કમેન્ટ કરતા એક પછી એક ત્રણ ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં તેણે કહ્યું કે "એક મહિલા બીજા માણસ સાથે સંબંધ બનાવીને રાખે છે. અને ઓન રેકોર્ડ આવીને કહે છે કે મને મારા એક્સ બૉયફ્રેન્ડના બૉક્સર હજી પણ ગમે છે...બોલિવૂડ માટે આ ક્લાસ છે. એટલે કે ઇંગ્લિશમાં કચ્છેને બૉક્સર બોલો તો ક્લાસી છે..."

રંગોલી અહીં ના રોકાઇ તેણે વધુમાં કહ્યું કે "અને કંગનાએ મેન્ટલ ઇલનેસ પર એક અદ્ધભૂત ફિલ્મ બનાવી છે તો તેમને તેમાં પણ સમસ્યા છે... વાહ, સારું છે તમારા જેવા લોકોના જેવી હું ક્લાસી નથી. કંગનાને હજી પણ લાગે છે કે મેન્ટલ જેવા શબ્દોનું સામાન્યકરણ થવું જોઇએ."

વધુમાં તેણે દીપીકા પાદુકોણ પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા તેને મુર્ખ પણ કહી. ઉલ્લેખનીય છે કે ડિપ્રેશનના શિકાર થયા પછી દીપિકા પાદુકોણ "લિવ લાઇફ લવ" નામની એક સંસ્થા પણ ચલાવે છે. જે મેન્ટલ હેલ્થ પર કામ કરે છે. દીપકા આ પહેલા પોતે પણ તે વાત વિષે ખુલાસો કરી ચૂકી છે કે ડિપ્રેશન વખતે તેમના મનની શું સ્થિતિ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post