• Home
  • News
  • બ્રહ્માકુમારીના રાજયોગિની જાનકી દાદીનું માઉન્ટ આબુમાં નિધન, PM મોદીએ શોક વ્યકત કર્યો
post

રાજયોગિની દાદી જાનકીને મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઇન વર્લ્ડનો ખિતાબ મળી ચૂકયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 11:59:22

માઉન્ટ આબુ : આધ્યાત્મિક સંગઠન બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા અને સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસડર રાજયોગિની જાનકી દાદીનું નિધન થયુ છે. તેઓ 104 વર્ષના હતા. તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં છેલ્લાં શ્વાસ લીધા. મળતી માહિતી પ્રમાણે તેમણે વહેલી સવારે છેલ્લાં શ્વાસ લીધા.

 

દાદી જાનકી દેવીના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય મિત્રો પ્યારભર્યા વિચારોની સાથે અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ કે અમારા પ્રિય દાદી જાનકી, બ્રહ્મા કુમારીના આધ્યાત્મિક પ્રમુખનું 27મી માર્ચના રોજ પ્રાત:કાળે બે વાગ્યે નિધન થયું છે.

 

રાજયોગિની દાદી જાનકીના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે બ્રહ્મા કુમારીના પ્રમુખ રાજયોગિની દાદી જાનકી જી એ પરિશ્રમની સાથે સમજાની સેવા કરી. તેઓ બીજાના જીવનમાં સકારાત્મક અંતર લાવવા માટે સૌથી ઉપર હતા. મહિલાઓને સશકત બનાવાની દિશામાં તેમના પ્રયાસ ઉલ્લેખનીય હતા. આ દુ:ખની ઘડીમાં મારા વિચાર તેમના અનગણિત અનુયાયીઓની સાથે છે. ઓમ શાંતિ.

રાજયોગિની દાદી જાનકીને મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઇન વર્લ્ડનો ખિતાબ મળી ચૂકયો છે. મીડિયા રિપોર્ટસના મતે દાદી જાનકીના અંતિમ સંસ્કાર બપોરે 3.30 વાગ્યે બ્રહ્માકુમારી સંસ્થાનના શાંતિવનમાં કરાશે. દુનિયાભરમાં દાદીના નામથી પ્રખ્યાત રાજયોગિની દાદી જાનકીનો જન્મ આઝાદીના પહેલાં ભારતના હૈદરાબાદ સિંધ પ્રાંતમાં 1 જાન્યુઆરી 1916ના રોજ થયો હતો જે હવે પાકિસ્તાનમાં જતું રહ્યું છે. દાદી જાનકીએ 21 વર્ષની ઉંમરમાં જ આધ્યાતમિ પથ ચલાવાનો નિર્ણય લઇ લીધો હતો.

દાદી જાનકીએ માત્ર ચાર ધોરણ જ અભ્યાસ કર્યો હતો. નાનપણથી જ ભક્તિભાવના સંસ્કારમાં ઉછેલ થયેલા દાદીએ યોગ દ્વારા વિશ્વના 140થી વધુ દેશોમાં પોતાની હાજરી નોંધાવી. આ સંસ્થાની સાથે તેઓ 1937મા જોડાયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post