• Home
  • News
  • બ્રિગેડિયર અને ઉચ્ચ અધિકારીઓ હવે સમાન યુનિફોર્મ પહેરશે:કર્નલ અને તેનાથી નીચલા રેન્કના અધિકારીઓની વર્દીમાં કોઈ બદલાવ નહીં
post

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ નિર્ણય હેઠળ વરિષ્ઠ અધિકારીઓના કેપ, શોલ્ડર બેજ, ગોરગેટ પેચ (કોલર પર લાગતે પેચ), બેલ્ટ અને જૂતા એક સમાન હશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 19:46:21

મંગળવાર (1 ઓગસ્ટ)થી આર્મીમાં બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ કરવામાં આવ્યો છે. હાલમાં જ સેના કમાન્ડરોએ કોન્ફરન્સમાં ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. આ નિયમ તમામ અધિકારીઓને લાગુ પડશે, પછી ભલે તેમનો કેડર ગમે તે હોય અને જ્યારે પણ તેમની ભરતી કરવામાં આવી હોય. કર્નલ અને નીચેના રેન્કના અધિકારીઓના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સેનાના સૂત્રોએ જણાવ્યું કે આ નિર્ણય હેઠળ વરિષ્ઠ અધિકારીઓના કેપ, શોલ્ડર બેજ, ગોરગેટ પેચ (કોલર પર લાગતે પેચ), બેલ્ટ અને જૂતા એક સમાન હશે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો

સીનિયર નેતૃત્વ વચ્ચે એક સામાન્ય ઓળખ અને સેવાની બાબતોમાં અભિગમને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી એક નિષ્પક્ષ અને ન્યાયી સંગઠન તરીકેનું ભારતીય સેનાનું ચરિત્ર વધુ મજબૂત થશે. એક જેવો યુનિફોર્મ તમામ સીનિયર રેન્કના અધિકારીઓને સમાન ઓળખ આપશે.

ફિલ્ડ માર્શલ, સેનામાં સૌથી ઉચ્ચ રેન્ક
સેનામાં સૌથી ઉચ્ચ રેન્ક ફિલ્ડ માર્શલ છે. આ પછી જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર, કર્નલ, લેફ્ટનન્ટ કર્નલ, મેજર, કેપ્ટન, લેફ્ટનન્ટ, સુબેદાર મેજર, સુબેદાર, નાયબ સુબેદાર, હવાલદાર, નાયક લાન્સ, નાઈકનો રેન્ક આવે છે. દેશમાં અત્યાર સુધી માત્ર બે જ ફિલ્ડ માર્શલ થયા છે, પ્રથમ જનરલ સેમ માણેકશો, બીજા જનરલ કેએમ કરિઅપ્પા.

અગાઉ જાન્યુઆરી 2022માં, ભારતીય સેનાએ નવી ડિજિટલ પેટર્ન સાથે યુનિફોર્મ તૈયાર કર્યો હતો. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ 15 જાન્યુઆરી એટલે કે આર્મી ડેના રોજ ઓપરેશન્સ માટે ભારતીય સેનાનો નવો યુનિફોર્મ લોન્ચ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post