• Home
  • News
  • પાકિસ્તાનનું જાસુસી ડ્રોન તોડી પડાયું / જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભારતીય સીમાની 250 મીટર અંદર ઉડતું હતું, તેમાં હથિયાર પણ અટેચ હતા
post

BSFના જવાને 9 રાઉન્ડ ફાયરિંગ કરીને ડ્રોન તોડી પાડ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 13:31:21

કઠુઆ: જમ્મુ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં BSF આજે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે. પાકિસ્તાન તરફથી જાસુસીના ઈરાદાથી ઉડાવવામાં આવેલા ડ્રોનમાં હથિયાર પણ એટેચ હતા.

સવારે 5.10 વાગે BSFની પેટ્રોલિંગ પાર્ટીને ડ્રોન દેખાયું હતું. તે ભારતીય વિસ્તારમાં 250 મીટર અંદર હતું. BSFના જવાને 9 રાઉન્ડ ફાયરિંગ કરીને ડ્રોન તોડી પાડ્યું અને હવે આગળની તપાસ થઈ રહી છે.

પાકિસ્તાન વારંવાર સીઝફાયર તોડે છે
આ દરમિયાન આજે સવારે 8.50 મિનિટે પાકિસ્તાન તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું. જમ્મુ-કાશ્મીરના હીરાનગર સેક્ટરના બબિયા પોસ્ટ પર પાકિસ્તાને અમુક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે હાલ BSF તરફથી કોઈ જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post