• Home
  • News
  • નોઈડામાં શ્રીકાંત ત્યાગીના ઘર પર બુલડોઝર ફર્યું:સરન્ડર માટે કોર્ટમાં અરજી કરી, સર્વે પછી તોડી નાંખવામાં આવશે 10 દુકાનો; પ્રેમિકાની અટકાયત
post

ભાજપના સાંસદ ઘટનાસ્થળે પહોંચ્યા તો ટોળાંએ ઘેરી લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:06:15

નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્રતા કરનાર શ્રીકાંત ત્યાગી પર સોમવારે પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. સોસાયટીમાં ત્યાગીના ગેરકાયદેસર બાંધકામને પ્રશાસને બુલડોઝરથી તોડી નાંખ્યું હતું. ત્યાગીએ ફ્લેટમાં જવા માટે સોસાયટીના બેઝમેન્ટમાંથી સીડી બનાવી હતી. ટીમે તેને પણ તોડી નાંખી છે.

ત્યાગીની ધરપકડ માટે STF અને પોલીસની 12 ટીમો લગાવવામાં આવી છે. તેની પર 25 હજારનું ઈનામ રાખવામાં આવ્યું છે. તેની પ્રમિકાની પણ અટકાયત કરવામાં આવી છે. નોઈડાના ભંગેલ માર્કેટમાં ત્યાગીની 40 દુકાનો અને ધર્મકાંટા છે. તેમાંથી 6ને તોડી નાંખવામાં આવશે. અન્ય પર પણ કાર્યવાહીની તૈયારી છે.

રવિવારે રાતે જ ત્યાગીના 15 ગુંડા સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. તેમણે અહીં લોકો પર પથ્થરમારો અને મારામારી કરી હતી. આ પહેલાં શ્રીકાંત ત્યાગીએ સોસાયટીની એક મહિલા અને તેના પતિને અપશબ્દો કહ્યા હતા. ત્યાગીની ધરપકડ માટે STF અને પોલીસની 12 ટીમ લગાવવામાં આવી છે.

અપડેટ્સ...

·         સૂરજપુરની સીજેએમ કોર્ટમાં શ્રીકાંત ત્યાગીએ સરન્ડર માટે અરજી કરી છે. સુનાવણી માટે 10 ઓગસ્ટની તારીખ મળી છે.

·         એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું- પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સિવાય સબ ઈન્સપેક્ટર સહિત 4 જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીડિતની સુરક્ષામાં 2 પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે.

·         અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે સીએમ ઓફિસથી શ્રીકાંત ત્યાગીનો સંપૂર્ણ રીપોર્ટ માંગવામાં આવ્યો છે. સુરક્ષા આપનાર પર કાર્યવાહી કરવામાં આવશે.

યોગીએ પૂછ્યું- ભાજપમાં જોઈનિંગ કોના કહેવા પર?
શ્રીકાંત ત્યાગીને સરકારના એક વર્તમાન મંત્રી અને એક પૂર્વ મંત્રીનું સરક્ષણ મળ્યું હતું. તેને ગાજિયાબાદથી સિક્યોરિટી મળી હતી. ત્યારે DM ઋતુ માહેશ્વરી હતા. સીએમ યોગીએ ભાજપમાં જોઈનિંગ કોના કહેવા પર થયું હતું, તેની પણ માહિતી માંગી છે.

ત્યાગીનું લોકેશન મળ્યું, CCTVમાં પણ દેખાયું
પોલીસને શ્રીકાંત ત્યાગીનું લાસ્ટ લોકેશન હરિદ્વાર અને ઋષિકેશની વચ્ચે મળ્યું છે. તેમનો લગભગ 10 વખત ફોન ઓન-ઓફ થયો છે. બીજી તરફ હરિદ્વારમાં એક જગ્યાએ CCTVમાં પણ કેદ થયા છે. ઘટના પછી નોઈડા પોલીસ કમિશનર આલોક સિંહે પોલીસ સ્ટેશન ફેસ-2ના ઈન્ચાર્જ સુજિત ઉપાધ્યાયને સસ્પેન્ડ કર્યા છે. તેમની જગ્યાએ પરમ હંસ તિવારીને લાવવામાં આવ્યા છે. ફરાર શ્રીકાંત ત્યાગીની વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી થશે. આ સિવાય આરોપી નેતાની સંપત્તિને પણ સીલ કરવામાં આવશે. વીડિયો વાઈરલ થયા પછી ત્યાગી ફરાર, મોંઘી કાર જપ્ત
વીડિયો વાઈરલ થયા પછી શ્રીકાંત ત્યાગી ફરાર છે. તેમને શોધવા પોલીસે દિલ્હી, ઉત્તરાખંડ અને UPમાં રેડ પાડી છે. અધિકારીએ કહ્યું હતું કે શ્રીકાંત ત્યાગી જ્યાં સુધી પકડાશે નહિ ત્યાં સુધી તેમના ઘરની બહાર પોલીસ તહેનાત રહેશે. પરિવારની દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવશે. પોલીસે આરોપીની ચાર મોંઘી કારને જપ્ત કરી લીધી છે.

ભાજપના સાંસદ ઘટનાસ્થળે પહોંચ્યા તો ટોળાંએ ઘેરી લીધા
સોસાયટીમાં તોફાનની સૂચના પછી ભાજપ સાંસદ મહેશ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એ પછી લોકોએ તેમને ઘેરી લીધા હતા. શર્માએ ભીડની સામે જ કોઈને ફોન લગાવ્યો અને કહ્યું, મારા કહેવાના કારણે પોલીસ આવી. મારા જિલ્લા-અધ્યક્ષ અને હું અહીં છીએ. અમને શરમ આવી રહી છે. અમારી સરકાર છે. 15 છોકરા સોસાયટીમાં આ રીતે કઈ રીતે પહોંચી ગયા? આનાથી શરમની વાત શું હોઈ શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post