• Home
  • News
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન વળતર મામલે હાઇકોર્ટના ચુકાદાથી ખેડૂતોને ફટકો, મોદીના ડ્રીમ પ્રોજેક્ટને લીલીઝંડી
post

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન વળતર મામલે હાઇકોર્ટના ચુકાદાથી ખેડૂતોને ફટકો, મોદીના ડ્રીમ પ્રોજેક્ટને લીલીઝંડી

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:22:59

અમદાવાદ: પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, કોર્ટે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને મંજૂરી આપી દીધી છે અને ખેડૂતોની માંગ હતી કે તેમને 4 ગણું વળતર આપવામાં આવે, પરંતુ તેમની માંગ કોર્ટે ફગાવી દીધી છે, જેથી હવે 2011ના કાયદા મુજબ જ ખેડૂતોને વળતર મળશે, હાઇકોર્ટના જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ ચૂકાદો સંભળાવ્યો છે, અગાઉ બુલેટ ટ્રેનના માર્ગમાં આવતા અનેક ગામડાઓના ખેડૂતોએ બેઠકો કરી હતી અને તેમની માંગ હતી કે 2011ના કાયદા મુજબ નહીં પરંતુ માર્કેટમાં જમીનના ભાવની જંત્રી પ્રમાણે તેમને વળતર ચુકવવામાં આવે, કારણ કે હાલમાં જમીનના ભાવ ઉંચા છે, ખેડૂતોનું કહેવું હતુ તે જેની સરખામણીએ તેમને ઓછું વળતર ચુકવવા માં આવે છે, જેથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post