• Home
  • News
  • બુમરાહે ઇન્ટરનેશનલ T-20માં સૌથી વધુ 7 મેડન ઓવર નાખી, ટોપ-5માં હરભજન સિંહ પણ સામેલ
post

બુમરાહે ન્યૂઝીલેન્ડ સામે રવિવારે ઇનિંગ્સની બીજી ઓવર નાખીને સિદ્ધિ મેળવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-03 11:39:23

જસપ્રીત બુમરાહ ઇન્ટરનેશનલ T-20 ક્રિકેટમાં સૌથી વધારે મેડન ઓવર નાખનાર બોલર બન્યો છે. તેણે કિવિઝ સામેની અંતિમ T-20માં બીજી ઓવર નાખીને સિદ્ધિ પોતાના નામે કરી હતી. તે ઓવરમાં તેણે એકપણ રન આપવા ઉપરાંત માર્ટિન ગુપ્ટિલની વિકેટ પણ લીધી હતી. પહેલા બુમરાહ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન કુલાસેકરાએ સંયુક્તપણે સૌથી વધુ 6 ઓવર નાખી હતી. કુલસેકરાએ 205.1 ઓવર નાખીને સિદ્ધિ મેળવી હતી. જ્યારે બુમરાહે 179.1 ઓવર નાખીને સૌથી વધુ મેડન ઓવરનો રેકોર્ડ કર્યો છે. બુમરાહે પાંચમી T-20માં ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેણે 4 ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

હરભજન સિંહે 28 મેચમાં સિદ્ધિ મેળવી
સૌથી વધુ મેડન ઓવર નાખનાર બોલર્સની સૂચિમાં હરભજન સિંહ ત્રીજા સ્થાને છે. તેણે 5 મેડન ઓવર નાખી છે. હરભજને 28 T-20માં 102 ઓવર નાખીને રેકોર્ડ બનાવ્યો છે. તેની સાથે ટ્રેન્ટ જોન્સ્ટન, અજંતા મેન્ડિસ, મોહમ્મદ આમિર, મોહમ્મદ નાબી અને મોહમ્મદ નવીદે પણ 5 ઓવર મેડન નાખી છે.

T-20માં સૌથી વધારે મેડન ઓવર નાખનાર બોલર્સ:

બોલર

મેડન ઓવર

મેચ

કેટલા ઓવર બોલિંગ કરી

જસપ્રીત બુમરાહ (ભારત)

7

50

179.1

નુવાન કુલસેકરા (શ્રીલંકા)

6

58

205.1

હરભજન સિંહ (ભારત)

5

28

102.0

ટ્રેન્ટ જોન્સ્ટન (આયર્લેન્ડ)

5

30

99.0

અજંતા મેન્ડિસ (શ્રીલંકા)

5

39

147.3

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post