• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં એકપણ વિકેટ ન ઝડપતા બુમરાહે વર્લ્ડ નંબર 1 વનડે બોલરનો તાજ ગુમાવ્યો
post

કિવિઝનો ટ્રેન્ટ બોલ્ટ 727 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને, બુમરાહ 719 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:39:56

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) જાહેર કરેલા વનડે રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 719 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર 2 બોલર છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ 727 પોઈન્ટ્સ સાથે નંબર 1 બોલર બન્યો છે. કિવિઝ સામેની સીરિઝમાં ખરાબ દેખાવથી બુમરાહના પોઈન્ટ્સ ઘટ્યા છે. તે ત્રણ વનડેની સીરિઝમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો.


અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન અને દક્ષિણ આફ્રિકાનો કગીસો રબાડા અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પાંચમા સ્થાને છે. ઇંગ્લેન્ડનો ક્રિસ વોક્સ, પાકિસ્તાનનો મોહમ્મદ આમિર અને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક અનુક્રમે 6, 7 અને 8મા સ્થાને છે. નવમા અને દસમા સ્થાને ન્યૂઝીલેન્ડના મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન છે.


ટોપ-5 બોલર્સ:


ક્રમ

પ્લેયર

દેશ

પોઈન્ટ્સ

1

ટ્રેન્ટ બોલ્ટ

ન્યૂઝીલેન્ડ

727

2

જસપ્રીત બુમરાહ

ભારત

719

3

મુજિબ ઉર રહેમાન

અફઘાનિસ્તાન

701

4

કગીસો રબાડા

દક્ષિણ આફ્રિકા

674

5

પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયા

673

બુમરાહ ઇજા પહેલા ફોર્મમાં હતો: બુમરાહે વાપસી કર્યા પછી છેલ્લી 6 વનડેમાં માત્ર 1 વિકેટ ઝડપી છે. ઈજાગ્રસ્ત થતા પહેલા તેણે 6 વનડેમાં 13 વિકેટ ઝડપી હતી. દરમિયાન તેણે 56 ઓવર નાખી હતી અને 223 રન આપ્યા હતા. તે સમયે બુમરાહ દર 26 બોલે વિકેટ લેતો હતો. તેની સરખામણીએ તે અત્યારે દર 337 બોલે એક વિકેટ લે છે.


ઇજામાંથી વાપસી પછી બુમરાહનું પ્રદર્શન સાધારણબુમરાહે પીઠની ઇજામાંથી વાપસી કર્યા પછી 6 વનડેમાં માત્ર 1 વિકેટ લીધી છે. તેણે દરમિયાન 56.1 ઓવર નાખી છે. બુમરાહ જેવા બોલરને જ્યારે 337 બોલમાં માત્ર એક વિકેટ મળે તો તે વાત ક્રિકેટ ફેન્સને મૂંઝવે તે સ્વાભાવિક છે. તેણે છેલ્લી ચાર વનડેથી વિકેટનું ખાતું ખોલ્યું નથી. DivyaBhaskar બુમરાહના ફોર્મ અંગે ભારતના પૂર્વ બેટ્સમેન, કોચ અને સિલેક્ટર અંશુમાન ગાયકવાડ સાથે અંગે ચર્ચા કરી હતી.


ફોર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પર્મનન્ટગાયકવાડે કહ્યું કે, બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલર માટે રિધમ મેળવી ક્યારેય અઘરી નથી હોતી. તેની કક્ષાના પ્લેયર માટે સૌથી પહેલા કહેવું જરૂરી છે કે, ફોર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પર્મનન્ટ. આજના સમયમાં વનડે અને T-20માં કેટલી વિકેટ્સ લીધી તેના કરતા વધુ મહત્ત્વનું છે કે વિરોધી બેટ્સમેન પર કઈ રીતે દબાણ ઉભું કર્યું. બુમરાહે ઇજામાંથી પરત ફરીને સારી બોલિંગ કરી છે. તેમજ પોતાના વેરિએશન (વિવિધતા)નો સારી રીતે ઉપયોગ કર્યો છે. ઘણીવાર એવું થતું હોય છે કે, તમારા દિવસો ચાલતા હોય તો ગમે તેટલી સારી બોલિંગ ભલેને કરો, વિકેટ મળતી નથી.


એક સારો સ્પેલ એને ફરી ઘાતક બનાવી દેશેગાયકવાડે વધુ ઉમેરતા કહ્યું કે, બુમરાહ જેવો બોલર પર્પલ પેચથી માત્ર એક સ્પેલ દૂર છે. જો તે કિવિઝ સામે 2 ટેસ્ટની સીરિઝમાં 2 ફાઇફર (એક ઇનિંગ્સમાં 5 વિકેટ) લેશે તો મને આશ્ચર્ય નહીં થાય. ટેસ્ટ ક્રિકેટ, વનડે અને T-20થી એકદમ અલગ છે. બુમરાહ સારું પ્રદર્શન કરશે અને તેમાં આશ્ચર્યચકિત થવાની જરૂર નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post