• Home
  • News
  • ઉદ્યોગપતિ સજ્જન જિંદલે કહ્યુ- કોર્પોરેટ જગત કામના નવા ઉપાયો શોધે તો જ અર્થતંત્ર પાટા પર ચઢશે
post

વર્ક ફ્રોમ હોમના પોઝિટિવ પરિણામોથી ગૃહિણીઓને પણ અવસર મળશે: સજ્જન જિંદલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:24:49

નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે દેશ 42 દિવસથી લૉકડાઉનમાં છે. તેનાથી લોકોની પર્સનલ અને પ્રોફેસનલ લાઇફમાં બહુ પરિવર્તન આવ્યું છે. વેપાર-ધંધામાં પણ તેની અસર દેખાઇ રહી છે. આ વાતોને જ ધ્યાનમાં રાખી દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને 14 બિલિયન ડોલર એટલે 1.6 લાખ કરોડ રૂપિયાની કંપની જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદલ સાથે વાતચીત કરી. તેમનું કહેવું છે કે આપણે રસી આવવા સુધી રાહ જોઇ શકીએ નહીં. વાઇરસ આજીવિકાઓ માટે જાખમ ન બને તેના માટે ન્યુ નોર્મલની અંદર જ કામ કરવાના ઉપાયો શોધવા પડશે. અહીં તેમની સાથે વાતચીતના અંશ રજુ છે...


સવાલ: કોરોનામાંથી બેઠા થવા ભારતને કેવી રૂપરેખાની જરૂર છે
સજ્જન જિંદલ: આપણે તે જોવું જોઇએ કે ભારત ટેક્સટાઇલ, લેધર, એગ્રો પ્રોસેસિંગ, દવાઓ, IT, મેટલ, માઇનિંગ ખાસ કરીને સ્ટીલ સહિત તમામ ક્ષેત્રમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બને. સરકારના સાહસિક નીતિવિષયક નિર્ણયો અને સમગ્ર દેશના બિઝનેસ લીડર્સના પ્રોએક્ટિવ અપ્રોચથી આમ થઇ શકશે, પછી ભલે સેક્ટર કોઇ હોય અને ઉદ્યોગ ગમે તેટલો મોટો કે નાનો કેમ ન હોય.


સવાલ: કોરોના પછી વર્ક કલ્ચરમાં ક્યા પ્રકારના ફેરફારની આશા કરી શકીએ?
સજ્જન જિંદલ: લૉકડાઉને વિશ્વભરમાં ઘણા બધા સેક્ટરોમાં લોકો માટે વર્ક ફ્રોમ હોમને જરૂરી કરી દીધું છે. દૂરથી કામ કરવા દરમિયાન કુશળતાથી કામ કરવાની કર્મચારીઓની ક્ષમતા આપણને ભવિષ્યમાં કામકાજ અંગે ફ્લેક્સિબલ  પોલિસી અપનાવવા પર ભાર મૂકશે. તેનાથી એવું કામકાજનું વાચાવરણ બનશે, જેમાં આવવા-જવામાં થતી સમયની બરબાદી ખતમ થઇ જશે અને ઉત્પાદકતા વધશે. જેમ જેમ વ્યવસાય જગતને ઘરથી કામ કરવાના વાતાવરણની સકારાત્મક અસર જોવા મળશે, તો હોમમેકર્સ’(ગૃહિણીઓ)ને પણ નવા અવસર મળશે.


સવાલ: તમારા વ્યવસાય પર શોર્ટટર્મ અને લોન્ગ ટર્મ શું અસર થશે અને તમારી શું યોજના છે?
સજ્જન જિંદલ: શોર્ટ ટર્મની વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિઓમાં બહુ જ ઘટાડો થયો છે. નબળી માગના કારણે ઉપયોગિતા ઘટી છે અને માર્જિન પણ ઘટ્યુંં. તેના પરિણામે નફાની સ્થિતિ નબળી પડી છે. પછી ખર્ચની શૈલીના સ્તરે હું ગ્રાહકોના વ્યવહારમાં પણ ફેરફાર જોઇ રહ્યો છું. તેની પણ દૂર સુધી અસર રહેશે. આ જે અણધાર્યા પરિવર્તન આવવાના છે, તેના માટે વ્યવસાય જગતે પણ કામકાજના બિન પરંપરાગત ઉપાયો સોધવા પડશે. જેને સરાકારી નીતિગત પગલાંના ટેકાની પણ જરૂર પડશે, જેથી અર્થતંત્રને પાટા પર લાવવા વીઆકારના ગ્રાફની તીવ્ર સ્પીડ આપી શકાય. જ્યાં સુધી લાંબા ગાળાના પરિવર્તનની વાત છે તો બધા વ્યવસાયને આવા પ્રકારના તબક્કાને લાંબા સમય સુધી સહન કરવા રોકડનું પુરતું બફર નિર્માણ કરવાની સાથે મજબૂત બેલેન્સશીટ બનાવવી પડશે. અત્યાર સુધી વ્યલસાય જગત આવા પ્રકારની લોન્ગ ટર્મ અફડાતફડી માટે કન્ટેન્જન્સી પ્લાન (આકસ્મિક યોજના) બનાવતું નહતું. મને લાગે છે કે હવે આ દિશામાં પરિવર્તન આવશે. જેએસડબ્લ્યુ ગ્રુપમાં અમે પણ નવા નિયમો-પરંપરાઓને અપનાવી રહ્યા છીએ. અમે શરૂઆતથી અમારા ખર્ચ આધારની તપાસ કરી રહ્યા છીએ અને ટેક્નોલોજી, ડિજિટલાઇઝેશન અને ઇનોવેશનને ફરીથી જોઇ રહ્યા છીએ, જેથી બધા પડકારોનો સામનો કરી શકાય. મારું મનવું છે કે અમે પહેલાંથી વધુ મજબૂત થઇ આ સંકટમાંથી બહાર આવીશું.


સવાલ:​​​​​​​​​​​​​​ સરકારે કોરોના સામે લડવા માટે જે પગલાં ભર્યા છે તેમને તમે કેવી રીતે જુઓ છો?
સજ્જન જિંદલ: સરકારે ચેપના વધતા ગ્રાફને નીચે લાવવા નીચે લાવવા જે પગલાં ભર્યા છે તે પ્રશંસનીય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પ્રાથમિક સ્તરે સરકારી રોકાણની તાતી જરૂર છે. ઉદ્યોગજગતને ઓછા વ્યાજદરે લોન મળવી જોઇએ. મોટા ભાગના વિકસિત દેશોમાં લોનના વ્યાજદર ઝીરો ટકાની નજીક છે જ્યારે ભારતમાં હજુ પણ લગભગ 10 ટકા છે. રિઝર્વ બેન્કે રોકડની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે પણ બેન્કો હજુ પણ જોખમ લેવાની વિરુદ્ધમાં જ છે અને ઉદ્યોગોને, ખાસ કરીને એમએસએમઇને લોન નથી આપતી. કમનસીબે તેના કારણે આર્થિક વાપસીની ઝડપ ધીમી થઇ જશે. અર્થતંત્રમાં તત્કાળ ઝડપી કૅશ ફ્લોની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને પગલાં લેવા પડશે.


સવાલ:​​​​​​​​​​​​​​ તમારી કંપની પર કોરોનાની શું અસર થઇ છે? તમારા સેક્ટરને કઇ રીતે જુઓ છો
સજ્જન જિંદલ: અમારા સેક્ટર સહિત વ્યવસાય જગત પર અસરના મને મુખ્ય બે મુદ્દા દેખાય છે. એક, ખૂબ જ ભરોસાપાત્ર સપ્લાય ચેન અચાનક અસ્તવ્યસ્ત થઇ ગઇ છે અને બીજું, વિવિધ બિઝનેસ પ્રોસેસીસમાં ઓટોમેશન અને ડિજિટલાઇઝેશન પ્રમાણમાં ઓછું છે. મને લાગે છે કે સેક્ટર આ બન્ને બાબત અપનાવવાની ઝડપ વધારશે. તેનાથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ડિલીવરી આપવાની દિશામાં સપ્લાય ચેન સરળ-સુગમ બનાવવા, કાર્યક્ષમતા સુધારવા, ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. અહીં ડિજિટલાઇઝેશન લેબર ફોર્સ હટાવવાના અર્થમાં નથી પણ તે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા આપવાનો વૈકલ્પિક રસ્તો છે. 


સવાલ:​​​​​​​​​​​​​​ તેણે કઇ હદ સુધી 2020-21 માટે બિઝનેસ પ્લાન બદલ્યો છે?
સજ્જન જિંદલ: આ નવા નાણાકીય વર્ષની શરૂઆત જ વૈશ્વિક સ્તરે ઉથલ-પાથલ લાવનારી રહી છે. હું 2020-21ને લઇને આશાવાદી છું. મને ખાતરી છે કે સેકન્ડ હાફ પછી અર્થતંત્ર વીગ્રાફની માફક ખૂબ જ મજબૂત વાપસી કરશે. સરકારી નીતિઓ, નાણાકીય પેકેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. પછી અમે સાનુકૂળ ચોમાસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અપેક્ષિત ખર્ચ દ્વારા અર્થતંત્રને મળનારી મદદ તથા બહેતર વિદેશી મૂડીરોકાણની (કોવિડ-19 સામે લડવામાં ભારતના બહેતર પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં) આશા રાખીએ છીએ. 


સવાલ:​​​​​​​ કોરોનાની અસરોમાંથી બેઠા થવા માટે તમારી કંપનીમાં શું પગલાં લેવાઇ રહ્યા છે?
સજ્જન જિંદલ: અમે અમારા તમામ પ્લાન્ટ લોકેશન્સ પર વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય વિવિધ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અપનાવી છે. તે અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સિંગ, વ્યાપક સ્તરે ટેમ્પ્રેચર સ્ક્રીનિંગ, વર્કપ્લેસીસ, ટાઉનશિપ અને લેબર કોલોનીઓનું સેનિટાઇઝેશન, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પરના વર્કર્સ અને જરૂર જણાય તો વિઝિટર્સની એન્ટ્રી-એક્ઝિટના કડક નિયમો સામેલ છે. અમે વર્ષની શરૂઆતથી જ ઝીરો ટ્રાવેલ પોલિસી લાગુ કરી દીધી છે. કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી આપણે બધાએ આ ન્યૂ નોર્મલની લિમિટમાં જ કામ કરવાના રસ્તા શોધવા પડશે અને સંકટ વચ્ચે તકો શોધવાની રહેશે.


​​​​​ 
મેં અમે પરિવારે સક્રિન ટાઇમને મર્યાદિત કરી દીધું
પ્રોફેશનલ સ્તરે મને ન્યુ નોર્મલમાં કામ કામ કરવું પડી રહ્યું છે. હાલમાં બાળકો પૌત્ર-પૌત્રીઓ સહિત પરિવારની સાથે મળઈ સમયનો આનંદ લઇ રહ્યો છું. લૉકડાઉને આપણને એક-બીજાની સાથે રહેવાનો બહુ સમય આપ્યો છે. મેં અને મારા પરિવારે આ સમયને એક સૂત્રમાં બાંધ્યો છે. -સ્ક્રિમ ટાઇમને મર્યાદિત કરી એક્સરસાઇઝને પ્રાથમિક્તા આપી છે. મેં મારા ગ્રુપમાં વિવિધ ટીમોને વૈશ્વિક અપડેટ રહેવા, હેલ્ધી દિનચર્યા વિતાવવા અને સકારાત્મકતા જાળવી રાખવની દિશામાં પ્રોત્સાહિત કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post