• Home
  • News
  • 2031માં ચીનથી આગળ હશે ભારત:2036 સુધી દેશની વસ્તી 152 કરોડ હશે, મહિલાઓની સંખ્યા પહેલા કરતા વધુ હશે; બિહાર સૌથી યુવાન તો તમિલનાડુ સૌથી વૃદ્ધ રાજ્ય
post

સાઉથ ઈન્ડિયાની તુલનામાં નોર્થ ઈન્ડિયામાં વસ્તી ઝડપથી વધી રહી છે, માત્ર યુપીનો ગ્રોથ રેટ 30% રહેવાનો અંદાજ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:33:16

આવનારા વર્ષો મહિલાઓ માટે સારા હશે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશનનો તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ભારતમાં મહિલાઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. એટલે કે આવનારા સમયમાં પુરુષ અને મહિલા વચ્ચેનું અંતર ઘટશે. રિપોર્ટ પ્રમાણે, 2036માં સ્ત્રી જાતિનું પ્રમાણ 957(1000 પરુષ પર) રહેવાનો અંદાજ છે જે 2011માં 943 હતો. કેરળ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના રાજ્યોમાં 2011ની વસ્તીની તુલનામાં મહિલાઓની સંખ્યા વધશે. સૌથી ઓછો દિલ્હીમાં 899, ગુજરાતમાં 900 અને હરિયાણામાં 908 રહેવાનો અંદાજ છે.

રિપોર્ટમાં ઈન્ફેન્ટ મોર્ટેલિટી રેટ(IMR)માં પણ સુધારાની વાત કહેવામાં આવી છે. 2031થી 2035 વચ્ચે ઈન્ફેન્ટ મોર્ટેલિટી રેટ 30 રહેવાનું અનુમાન છે જે 2011માં 46 હતો. રાજસ્થાન, આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં IMR 30 થી 40 વચ્ચે રહેવાનો અંદાજ છે. કેરળમાં સૌથી ઓછો 9 રહેવાનો અંદાજ છે

પોપ્યુલેશનમાં 25% વધારાનો અંદાજ
સાથે જ 16 વર્ષ પછી એટલે કે 2036 સુધી ભારતની વસ્તી 152 કરોડ થવાનો અંદાજ છે. નેશનલ કમિશન ઓન પોપ્યુલેશનના તાજેતરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, 2011થી 2036 સુધી 25% વસ્તી વધવાનો અંદાજ છે. એટલે કે 25 વર્ષોમાં દર વર્ષે એક ટકાના દરે ભારતની વસ્તી વધશે. 2011માં ભારતની વસ્તી 121 કરોડની હતી.

2011માં દિલ્હીની 98% વસ્તી શહેરની હતી, જે 2036માં 100% થવાનો અંદાજ છે. સાથે જ મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કેરળ અને તેલંગાણામાં શહેરની વસ્તી 50% કરતા વધુ હશે. કેરળ એવું રાજ્ય છે, જ્યાં સૌથી વધુ ગ્રામીણ લોકો શહેરમાં વસતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, 2036 સુધી કેરળની 92% વસ્તી શહેરની હશે, જે 2011-15માં 52 ટકા હતી.

સાઉથ પર નોર્થ ઈન્ડિયા ભારે
સાઉથ ઈન્ડિયાની તુલનામાં નોર્થ ઈન્ડિયાની વસ્તી ઝડપથી વધી રહી છે. માત્ર યુપીનો ગ્રોથ રેટ 30% રહેવાનો અંદાજ છે. 2011માં યુપીની વસ્તી 19.9 કરોડ હતી, જે 2036માં વધીને 25.8 કરોડ થઈ શકે છે.

બિહારની વસ્તી 2011માં 10.4 કરોડ હતી, જે 2036માં 42% ગ્રોથ સાથે 14.8 કરોડ રહેવાનો અંદાજ છે. આગામી 4 વર્ષમાં બિહાર, મહારાષ્ટ્રને પાછળ છોડીને યુપી પછી દેશનું બીજું સૌથી મોટું વસ્તી ધરાવતું રાજ્ય બની જશે.

યુપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ અને મધ્યપ્રદેશ આ પાંચ રાજ્યોની વસ્તીમાં કુલ 54%નો ગ્રોથ હોવાની વાત રિપોર્ટમાં સામે આવી છે. જ્યારે સાઉથ ઈન્ડિયા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુનો કુલ ગ્રોથ રેટ માત્ર 9% રહેવાનો અંદાજ છે. આ પાંચ રાજ્યોની કુલ વસ્તી વધારો 2.9 કરોડ છે જે માત્ર યુપીની તુલનામાં અડધો છે.

2036 સુધી દિલ્હીની 100 ટકા વસ્તી શહેરી હશે
આઝાદીના સમયે ગ્રામીણ વસ્તી વધી રહી હતી. પરંતુ તેના પછી ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે. રિપોર્ટના પ્રમાણે, 2011માં ગ્રામીણ વસ્તી 69% હતી જે 2036માં 61% થઈ જશે. તેના વિપરીત શહેરની વસ્તી ઝડપથી વધી રહી છે. 2011માં શહેરી વસ્તી 31% હતી જે 2036માં વધીને 39% થવાનો અંદાજ છે.

લાઈફ એક્સપેક્ટેન્સીમાં કેરળ ટોપ પર
લાઈફ એક્સપેક્ટેન્સી(જીવન પ્રત્યાશા) એટલે કે એક વ્યક્તિની સરેરાશ ઉંમરની વાત કરવામાં આવે તો કેરળ ટોપ પર છે, જ્યાં 2036 સુધી પુરુષોની સરેરશ ઉંમર 74 વર્ષ અને મહિલાઓની 80 વર્ષ રહેવાનો અંદાજ છે. દેશની વાત કરવામાં આવે તો પુરુષોની સરેરાશ ઉંમર 71 વર્ષ અને મહિલાઓની 74 વર્ષ રહેવાનો અંદાજ છે. 2036 સુધી તમિલનાડુ ભારતનું સૌથી વૃદ્ધ રાજ્ય હશે જ્યારે બિહાર સૌથી યુવાન રાજ્ય હશે. બિહારની મીડિયમ ઉંમર 28 વર્ષ અને તમિલનાડુની 40 વર્ષ રહેવાનો અંદાજ છે.

મીડિયમ એજ શું હોય છે
મીડિયમ એજ એટલે કે કોઈ વસ્તીને બે સરખા ભાગમાં વહેંચવી. એક ભાગ યુવાન ઉંમરનો અને બીજો વૃદ્ધનો. જો બિહારની 2036માં મીડિયમ એજ 28 વર્ષ રહેશે તો તેને અર્થ છે કે બિહારની અડધી વસ્તીની સરેરાશ ઉંમર 28 વર્ષ અથવા તેનાથી ઓછી રહેવાની છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post