• Home
  • News
  • 80 વર્ષમાં દેશનું તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ વધી જશે, ઘણાં વિસ્તારોમાં માણસો રહી નહીં શકે, 2030 સુધીમાં 3.4 કરોડ નોકરીઓ જશે
post

આ સદીના અંત સુધીમાં ધરતીનું તાપમાન 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે, ભારતનું તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:27:25

નવી દિલ્હી: એક રિસર્ચ રિપોર્ટ પ્રમાણે આ સદીના અંત સુધીમાં એટલે કે 2100 સુધી ઘણાં એવા વિસ્તારો હશે જ્યાં માણસો રહી નહીં શકે. આ વાત સાંભળીને ડર લાગે એ સ્વાભાવિક છે, પરંતુ આ જ સાચુ છે. આ વર્ષે જુલાઈ મહિનામાં દુનિયાનું તાપમાન 16.72 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સરેરાશ તાપમાન કરતાં 0.92 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. આ આંકડો વર્લ્ડ મીટિયરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO)નો છે.

WMO છેલ્લા 22 વર્ષમાં 20 વર્ષ સૌથી ગરમ રહ્યા છે. તેનાથી અંદાજ મેળવી શકાય છે કે, ધરતીનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે. WMOનો અંદાજ છે કે, જો આ જ ટ્રેન્ડ ચાલતો રહેશે તો વર્ષ 2100 સુધીમાં ધરતીનું તાપમાન 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. જો આવું થયું તો ધરતીના ઘણાં વિસ્તારોમાં માણસોનું રહેવું મુશ્કેલ થશે.

ભારતની સ્થિતિ પણ એવી જ રહેવાની શક્યતા છે. આ વર્ષે જૂનમાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના ક્લાઈમેટ ચેન્જનો એક રિપોર્ટ આવ્યો હતો. ક્લાઈમેટ ચેન્જ પર સરકારનો આ પહેલો રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2100 સુધીમાં ભારતનું તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે.

2015માં ક્લાઈમેટ ચેન્જ વિશે પેરિસમાં એક સમજૂતી થઈ હતી, તેના અંતર્ગત વર્ષ 2100 સુધીમાં ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની અંદર રોકવાનો ટાર્ગેટ છે. જોકે અત્યારે જે રિસર્ચ સામે આવી રહ્યું છે તેમાં આ ટાર્ગેટની અંદર તાપમાનને રોકવું મુશ્કેલ લાગી રહ્યું છે.

ભારતની શું સ્થિતિ: 1901 પછી 2019, 7મું સૌથી ગરમ વર્ષ રહ્યું
ભારતીય હવામાન વિભાગ 1901થી ક્લાઈમેટ ડેટા રજૂ કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં હવામાન વિભાગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 1901 પછી 2019 સાતમું એવું વર્ષ છે જે સૌથી ગરમ રહ્યું હતું. 2019માં દેશનું તાપમાન 0.36 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું હતું. નવાઈની વાત એ છે કે, જે સાત ગરમ વર્ષ રહ્યા તે બધા 2009થી લઈને 2019 વચ્ચેના 11 વર્ષોમાં નોંધાયા છે.


અત્યાર સુધી સૌથી ગરમ વર્ષ 2016 રહ્યું છે. તે વર્ષે દેશનું તાપમાન 0.72 ડિગ્રી સેલ્સિયસ વધ્યું હતું. ત્યારબાદ 2009માં 0.56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું હતું.

ગયા વર્ષે ગરમીના કારણે 373 લોકોના જીવ ગયા
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ પાસે જે ડેટા છે તે પ્રમાણે 2019માં દેશના અલગ અલગ વિસ્તારોમાં 157 દિવસ લૂ વાઈ હતી. જ્યારે 2018માં 86 દિવસ લૂ ચાલી હતી. આ વર્ષે પણ દેશના ઘણાં વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.


આ વર્ષે તો કોરોનાના કારણે લોકડાઉન રહ્યું, પરંતુ ગયા વર્ષે તો એટલી ગરમી પડી હતી કે, બિહારમાં 5 દિવસ સુધી સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસ બંધ રાખવા પડ્યા હતા.


લૂના કારણે દર વર્ષે ઘણાં લોકોના જીવ જાય છે. ગયા વર્ષે જ લૂના કારણે દેશમાં 373 લોકોના જીવ ગયા હતા. જ્યારે કોલ્ડ વેવ્સના કારણે 61 લોકોના મોત થયા હતા. 2010થી લઈને 2019 સુધીના 10 વર્ષમાં લૂના કારણે 6,355 લોકોના મોત થયા હતા.

કેમ ઘણાં વિસ્તાર માણસોના રહેવા લાયક નહીં રહે
કોઈ પણ જગ્યા માણસોના રહેવા લાયક છે કે નહીં તેની જાણ વેટ બલ્લ થર્મોમીટર દ્વારા કરી શકાય છે. તેમાં હવામાંનો ભેજ અને તાપમાન માપવામાં આવે છે. આપણાં શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે સ્કીનનું 35 ડિગ્રી સેલ્સિયસ અને પરસેવાના કારણે આપણે શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખી શકીએ છીએ.


જ્યારે સ્કીનનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતુ રહે ત્યારે પરસેવા દ્વારા પણ શરીરનું તાપમાન કંટ્રોલ કરવું મુશ્કેલ થાય છે. આ સંજોગોમાં કોઈ તંદુરસ્ત વ્યક્તિનું પણ મોત થઈ શકે છે. એક રિપોર્ટ જણાવે છે કે, 2015માં વેટ બલ્બ ટેમ્પરેચર 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું અને આ વર્ષે દેશમાં સૌથી વધારે લોકોના મોત થયા હતા.


જર્મનીની સંસ્થા જર્મન વોચના રિપોર્ટ પ્રમાણે, ક્લાઈમેટ ચેન્જના કેસમાં ભારત દુનિયાનું 14મો સંવેદનશીલ દેશ છે. વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના 60 કરોડ લોકો એટલે કે 45 ટકા વસતી એવા વિસ્તારમાં રહે છે જ્યાં 2050 સુધી જલવાયુ પરિવર્તનના ગંભીર પરિણામનો સામનો કરવો પડે તેમ છે.


અમેરિકાની મેસેચ્યુએટ્સ ઈન્સ્ટૂટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)નો અંદાજ છે કે, સદીના અંત સુધીમાં ધરતીનું તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ સનધી વધી જશે, પરંતુ એવરેજ તાપમા પણ 2.25 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. જો આવું થશે તો, દક્ષિણ એશિયાના ઘણાં વિસ્તારોમાં રહેવું મુશ્કેલ થઈ શકે છે.

ગરમીના કારણે 3.4 કરોડ ભારતીયોની નોકરી પણ જઈ શકે છે
ગયા વર્ષે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટથી અંદાજ લગાવી શકાય છે કે, ગરમી વધવાના કારણે 2030 સુધીમાં સાઉથ એશિયામાં 4.3 કરોડથી વધારે લોકોની નોકરી ઈ શકે છે. તેની સૌથી વધારે અસર ભારત પર પડશે. કારણકે 2030 સુધી વધતી ગરમીના કારણે 3.4 કરોડ લોકોની નોકરી જઈ શકે છે.
સૌથી વધારે અસર ભારતના મજૂરોને થશે. ILOના રિપોર્ટ પ્રમાણે મજૂરોને સવારે 10થી 5 સુધી કામ કરવું પડે છે. પરંતુ ગરમીના કારણે દિવસે કામ કરવું મુશ્કેલ થશે. તેમાં કામના કલાકોમાં ઘટાડો થશે અને મજૂરોની કમાણી પર અસર થઈ શકે છે.

2050 સુધીમાં દરેક 45માંથી 1 વ્યક્તિ ક્લાઈમેટ ચેન્જના કારણે માઈગ્રેટ થશે
વધતી ગરમી અને ક્લાઈમેટ ચેન્જની અસર લોકોના સામાન્ય જીવન ઉપર પણ પડશે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, 2050માં દરેક 45માંથી 1 વ્યક્તિને માઈગ્રેટ થવાની ફરજ પડશે. IPCCના અંદાજ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જના કારણે 2050 સુધી 20 કરોડ લોકો માઈગ્રેટ કરશે. આ આંકડો 1 અબજને પાર પણ થઈ શકે છે.
આ લોકો ક્લાઈમેટ ચેન્જના કારણે પોતાની નોકરી છોડીને બીજી જગ્યાએ જશે તો તેમને ક્લાઈમેટ રિફ્યૂજી અથવા ક્લાઈમેટ માઈગ્રેટ્સ કહેવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post