• Home
  • News
  • Himant Biswa Sarma ને CM બનાવીને બીજેપીએ અસમથી સિંધિયા માટે સંદેશ મોકલ્યો છે, તમે પણ જાણો તેમાં શું છે?
post

બીજેપીએ અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવીને તે નેતાઓને સંદેશ આપ્યો છે કે જે બીજી પાર્ટીઓમાંથી આવ્યા છે કે આવવા ઈચ્છે છે પરંતુ પોતાના રાજકીય ભવિષ્યને લઈને શંકામાં છે. બીજેપીએ સ્પષ્ટ કરી દીધું છે કે પરફોર્મ કરનારા નેતાઓને મહત્વપૂર્ણ પદ આપવામાં તેમને કોઈ વાંધો નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-11 10:54:49

અમદાવાદઃ રવિવારે બીજેપીએ અસમ માટે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરીને અનેક નિશાન સિદ્ધ કર્યા. સર્વાનંદ સોનોવાલની જગ્યાએ હિમંત બિસ્વા સરમાને આ પદ આપીને બીજેપીએ તેમની જૂની ઈચ્છા જ પૂરી કરી નહીં પરંતુ અન્ય નેતાઓની મહત્વાકાંક્ષાઓને પણ હવા આપી દીધી. ખાસ કરીને તે નેતાઓ જે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા છે કે તેવી ઈચ્છા રાખે છે. પરંતુ કેડર આધારિત પાર્ટીમાં પોતાના ભવિષ્યને લઈને શંકામાં છે. તેમાં રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જે માર્ચ 2020માં બીજેપીમાં આવ્યા પછી પાર્ટી તરફથી કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળે તેની રાહમાં છે.

મહારાજા છે પ્રતીક્ષામાં:
લગભગ સવા વર્ષ પહેલાં જ્યારે સિંધિયાએ કોંગ્રેસ છોડીને બીજેપીનો કેસરિયો ધારણ કર્યો ત્યારે તેમને કેબિનેટ મંત્રી બનાવવાની જોરશોરથી ચર્ચા ચાલતી હતી. એ પણ કહેવામાં આવ્યું હતું કે તેમના સમર્થકોની પાર્ટી સંગઠનમાં એડજસ્ટ કરવામાં આવે. સિંધિયા પોતાની સાથે લગભગ 25 ધારાસભ્યોને લઈને આવ્યા હતા. જેના કારણે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી ગઈ અને બીજેપીને સરકાર બનાવવાની તક મળી ગઈ. શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા તો સિંધિયા સમર્થકોને મંત્રી પદ મળ્યું. પરંતુ મહારાજા પોતે હજુ પણ પ્રતીક્ષામાં છે.

બીજેપીએ ધારણાં તોડવાનો કર્યો પ્રયાસ:
કેડર આધારિત હોવાના કારણે બીજેપીમાં એવી ધારણા છે કે પાર્ટીમાં નવા આવેલા લોકોને શંકાની નજરથી જોવામાં આવે છે. બીજેપીની રીતિ-નીતિમાં વસેલા લોકોને જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવે છે. સુબ્રમણ્યમ સ્વામીથી લઈને સતપાલ મહારાજ સુધી તેના અનેક ઉદાહરણ પણ છે. પરંતુ સરમાને મુખ્યમંત્રીને ખુરશી આપીને બીજેપીએ એક ઝટકામાં તે ધારણાને તોડવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીએ એ સંદેશ આપ્યો કે પોતાની ઉપયોગિતા સાબિત કરનારા લોકોને મહત્વપૂર્ણ પદ આપવામાં કોઈ વાંધો નથી.

હિમંત બિસ્વા સરમાને મળ્યું ઈનામ:
2001
થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતાં સરમાએ કોંગ્રેસ ત્યારે  છોડી હતી, જ્યારે તે રાહુલ ગાંધીને મળવા ગયા. પરંતુ રાહુલ તેમને મળવાની જગ્યાએ પોતાના શ્વાસ સાથે રમતા રહ્યા. સરમા બીજેપીમાં આવ્યા અને 2016ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. જોકે સર્વાનંદ સોનોવાલની સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ તેમની ઈચ્છા મુખ્યમંત્રી બનવાની હતી. બીજેપીએ 2016 પછી સરમાને અનેક જવાબદારીઓ આપી. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં પોતાના વિસ્તાર માટે તેમનો ઉપયોગ કર્યો અને સરમા પાર્ટીની તમામ આશાઓ પર ખરા ઉતર્યા. હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી સતત બીજીવાર પાર્ટીમાં આવી તો પાર્ટીએ સરમાને મુખ્યમંત્રીનું પદ આપી દીધું.

ભાજપે શું સંદેશ આપ્યો:
આ નિર્ણયમાં સિંધિયા માટે સ્પષ્ટ સંદેશ એ છે કે બીજેપીમાં મોટી જવાબદારી માટે તેમને ધીરજ રાખવાની સાથે સાથે પોતાની ઉપયોગિતા પણ સાબિત કરવી પડશે. સિંધિયા મધ્ય પ્રદેશની રાજનીતિમાં સૌથી લોકપ્રિય ચહેરો છે. પરંતુ નવેમ્બરમાં થયેલ વિધાનસભાની પેટાચૂંટણીમાં ચંબલ-ગ્વાલિયયર ક્ષેત્રમાં બીજેપીને તે સફળતા અપાવી શક્યા નહીં, જેની તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી. સિંધિયાના સમર્થક અનેકવાર તેમને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરતા રહ્યા છે. પરંતુ સરમાનો નિર્ણય આ સંકેત છે કે તેના માટે તેમણે પહેલા પરફોર્મન્સ કરવું પડશે.

સચિન પાઈલટ પણ નિશાના પર:
આ સંદેશ સિંધિયાની સાથે તેમના મિત્ર અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાઈલટ માટે પણ છે. રાજ્યની સત્તામાં કોંગ્રેસની વાપસી કરાવનારા પાઈલટ મુખ્યમંત્રીનું પદ ન મળવાથી અસંતુષ્ટ છે. અને અનેકવાર તે ખુલ્લેઆમ પોતાનો વિરોધ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. વચ્ચે-વચ્ચે તેમની કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની ચર્ચાઓ જોર પકડતી રહે છે. તે કદાચ બીજેપીમાં જઈને પોતાની મહત્વકાંક્ષા પૂરી થવાને લઈને આશ્વસ્ત નથી. સરમાને મુખ્યમંત્રી બનાવીને બીજેપીએ પાઈલટ અને તેમના જેવા બીજા નેતાઓને પણ સંદેશ આપ્યો છે. સંદેશ સ્પષ્ટ છે - બીજેપીમાં આવો, પરફોર્મ કરો અને પદ લઈને જાઓ.

 

adv

Related News

post
post
post
post
post
post
post